ICC વાર્ષિક રેન્કિંગમાં ભારતીય ટીમ T20માં નંબર વન, જાણો વર્લ્ડ ચેમ્પીયન ઓસ્ટ્રેલિયા કયા સ્થાન પર ધકેલાઇ........
સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાયેલા આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021માં ભારતનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યુ હતુ. ટીમ સેમિ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ ન હતી થઇ શકી.
નવી દિલ્હીઃ આઇસીસીએ બુધવારે ટી20 ટીમની રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતીય ટીમે પોતાનો દબદબો અને બાદશાહત કાયમ રાખી છે. વાર્ષિક રેન્કિંગમાં વર્લ્ડ ચેમ્પીયન ઓસ્ટ્રેલિયા પાંચમા સ્થાન પર છે, ભારત તાજા રેન્કિંગમાં ઇંગ્લેન્ડથી પાંચ રેટિંગ વધુ હાંસલ કરતા ટૉપ પર કાબિજ થઇ છે.
ઇંગ્લેન્ડ 265 રેટિંગની સાથે બીજા નંબર પર છે, સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાયેલા આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021માં ભારતનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યુ હતુ. ટીમ સેમિ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ ન હતી થઇ શકી. પરંતુ તેમ છતાં ટીમએ ટી20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે, અને કેટલીય ટીમો વિરુદ્ધ સીરીઝ જીતીને આગામી વર્લ્ડકપ માટે દાવેદારી નોંધાવી છે.
🔹 Top spot retained
— ICC (@ICC) May 4, 2022
🔹 Changes in the No.4, 5, 6 spots
🔹 Number of ranked teams reduced
The annual update to the @MRFWorldwide ICC Men’s T20I Team Rankings is here 👇https://t.co/mxOrPyaKPz
ઓસ્ટ્રેલિયા ટેસ્ટ, ભારત ટી20 અને ન્યૂઝીલેન્ડ વનડેમાં નંબર વન -
ઘરેલુ મેદાનો પર સતત પ્રભાવશાળી પ્રદર્શન કરવાના કારણે ભારતે 2021-22 સત્રના અંતે વર્લ્ડની નંબર એક ટી20 ટીમ તરીકે સામે આવી છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની બુધવારે જાહેર કરેલી વાર્ષિક ટેસ્ટ રેન્કિંગમાં તે ટૉપ પર રહેલી ઓસ્ટ્રેલિયાથી નવ રેટિંગ પૉઇન્ટ પાછળ છે. ન્યૂઝીલેન્ડ વાર્ષિક રેન્કિંગ બાદ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દુનિયામાં નંબર એક ટીમ છે.
આ પણ વાંચો.........
IPL 2022: આઈપીએલની ફાઈનલ મેચ અને પ્લેઓફ મેચ ક્યાં રમાશે તેને લઈ જય શાહે આપ્યુ મોટું અપડેટ
Aaj nu Panchang 4 May 2022: આજે વિનાયક ચતુર્થી, આ છે આજના નક્ષત્ર અને રાહુકાળ
LIC IPO: આતુરતાનો અંત, આજથી ખુલશે LICનો IPO, જાણો કઈ કેટેગરીમાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે