IND vs WI: Team Indiaને MS Dhoni બાદ નથી મળ્યો કોઇ ફિનિશર, Rohit Sharmaએ આ ખેલાડીનુ લીધુ નામ
કેપ્ટન રોહિત શર્માએ કહ્યું- એક ફિનિશર મહત્વપૂર્ણ તબક્કામાં બેટિંગ કરે છે, અને હંમેશા તેનુ યોગદાન મેચનુ પાસુ પલટાવનારુ હોઇ શકે છે.
India vs West indies Rohit Sharma MS Dhoni ODI: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શનિવારે કહ્યું કે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ કોઇ ફિનિશર નથી મળ્યો. રોહિતને જ્યારે ફિનિશરની ભૂમિકા (છઠ્ઠા અને સાતમા નંબરના સ્થાન) વિશે પુછવામાં આવ્યુ તો તેને સ્વીકાર કર્યુ કે તેને હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ઉપરાંત બીજા બેકઅપ તૈયાર કરવાની જરૂર છે.
રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પહેલી વનડેની પૂર્વ સંધ્યા પર કહ્યું કે, વનડેમાં ફિનિશરની ભૂમિકા બહુ મહત્વપૂર્ણ છે, પરંતુ ધોનના સન્યાસ બાદ અમને કોઇ નથી મળ્યુ, જે આ ભૂમિકા નિભાવી શકે.
તેમને કહ્યું કે, અમે હાર્દિકને અજમાવ્યો, એટલે સુધી કે જાડેજા પણ રમ્યો. પરંતુ અમને આ સ્થાન માટે બેકઠઅપ તૈયાર કરવાની જરૂર છે. આ સીરીઝમાં જે ખેલાડીઓને મોકો મળી રહ્યો છે, આશા રાખીએ છીએ કે તે આ મોકાનો ફાયદો ઉઠાવશે અને ટીમમાં પોતાનુ સ્થાન મજબૂત કરશે.
કેપ્ટન રોહિત શર્માએ કહ્યું- એક ફિનિશર મહત્વપૂર્ણ તબક્કામાં બેટિંગ કરે છે, અને હંમેશા તેનુ યોગદાન મેચનુ પાસુ પલટાવનારુ હોઇ શકે છે.
આ પણ વાંચો........
સૂર્ય નમસ્કાર નિયમિત કરવામાં આવે તો શરીરમાં આવે છે ઊર્જા, જાણો અન્ય ફાયદા
અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં એવુ શું બન્યુ કે ફેન્સને આવી ગઇ 2011ના ધોનીની યાદ, જાણો વિગતે
અલવિદા લત્તા દીદી, સ્વર કોકિલા લત્તા મંગેશકરનું નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
આ 17 વર્ષના ધોનીની જેમ સિક્સર ફટકારીને ભારતને બનાવ્યું વર્લ્ડકપ ચેમ્પિયન, આ ખેલાડી છે ક્યાંનો ?
Laptop Tips: વર્ક ફ્રૉમ માટે લેપટૉપ ખરીદો છો ? તો પહેલા જાણીલો આ પાંચ વાતોને............
Video : ટીવી એક્ટ્રેસનો ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, ડાન્સ કરતી હતી તે સમયે જ...... વીડિયો વાયરલ