IND vs WI: ટી20માં સૌથી ફાસ્ટ ઇન્ટરનેશનલ ફિફ્ટી ફટકાર્યા બાદ શું કહ્યું સૂર્યકુમાર યાદવે
વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી ટી20માં ભારતે જીત સાથે સીરીઝમાં 2-1થી લીડ બનાવી લીધી છે. સૂર્યકુમારે માત્ર 26 બૉલ પર પોતાની ફિફ્ટી પુરી કરી લીધી હતી.
Suryakumar Yadav: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (IND vs WI) ની વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝ રમાઇ રહી છે, ગઇ કાલે રમાયેલી ત્રીજી ટી20માં ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) 44 બૉલ પર 76 રનની તોફાની ઇનિંગ રમી. તેની આ ઇનિંગના કારણે ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝને 7 વિકેટથી આસાન માત આપી. પોતાની આ ઇનિંગથી સૂર્યકુમાર ખુબ ખુશ થયો હતો.
વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી ટી20માં ભારતે જીત સાથે સીરીઝમાં 2-1થી લીડ બનાવી લીધી છે. સૂર્યકુમારે માત્ર 26 બૉલ પર પોતાની ફિફ્ટી પુરી કરી લીધી હતી. આ તેની કેરિયરની સૌથી ફાસ્ટ ટી20 ઇન્ટરનેશનલ ફિફ્ટી હતી. મેચ બાદ સૂર્યકુમાર પોતાની આ દમદાર ઇનિંગને લઇને મોટુ નિવેદન આપ્યુ હતુ.
મેચ બાદ સૂર્યકુમાર યાદવે કહ્યું કે, હું મારી ઇનિંગથી ખુબ ખુશ છું, જ્યારે રોહિત પેવેલિયન નીકળી ગયો હતો, તો જરૂરી હતુ કે કોઇ બેટ્સમેન 15-17 ઓવર સુધી ટકે, પીચ હલકી સ્લૉ હતી, એટલા માટે જરૂરી થઇ ગયુ હતુ કે કોઇ એકને વધુ વાર ટકવાની, હુ આ કરી શક્યો સારુ લાગે છે.
ઉલ્લેખનીય છે કે આ મેચમાં સૂર્યકુમાર કેપ્ટન રોહિત શર્માની સાથે ઓપનિંગમાં ઉતર્યો હતો, જોકે બાદમાં રોહિત રિટાયર્ડ હર્ટ થઇ ગયો હતો અને બાદમાં શ્રેયસ અય્યર સાથે મળીને લાંબી ઇનિંગ રમી હતી. ટીમ ઇન્ડિયાને આ મેચમાં શાનદાર જીત મળી હતી.
આ પણ વાંચો.........
India Corona Cases Today: બે દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃતકોની સંખ્યા પણ વધી
Edible Oil Price: ખાદ્યતેલના ભાવમાં થયો ઘટાડો, સોયાબીન-સરસવના ભાવ પણ ઘટ્યા?