શોધખોળ કરો
Advertisement
મેચ ફિક્સિંગમાં ફસાયા શ્રીલંકાના ત્રણ ખેલાડી, ICC કરી રહ્યું છે તપાસ
હાલમાં આ ખેલાડીઓના નામનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સમાચારની પુષ્ટિ ખુદ શ્રીલંકાના રમત મંત્રી દુલાસ અલાહાપેરૂમાએ કરી છે.
નવી દિલ્હીઃ શ્રીલંકાની ક્રિકેટ ટીમના એક સમયથે ઝડપથી ઉપર આવી ગઈ હતી આજે એટલી જ ઝડપથી આ ટીમ નીચે જઈ રહી છે. કુમાર સંગાકારા, મહેલા જયાવર્ધને, તિલકરત્ને દિલશાન અને મુથૈયા મુરલીધન જેવા મહાન ખેલાડીઓની નવૃત્તિ બાદ પહેલાથી જ ટીમ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી અને હવે આ ટીમને ખેલાડીઓના નામ ફિક્સિંગમાં સામેલ હોવાના આવ્યા છે.
મળતી માહિતી મુજબ શ્રીલંકાના ત્રણ ખેલાડી મેચ ફિક્સિંગના મામલે ફસાયા છે. જોકે, હાલમાં આ ખેલાડીઓના નામનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સમાચારની પુષ્ટિ ખુદ શ્રીલંકાના રમત મંત્રી દુલાસ અલાહાપેરૂમાએ કરી છે.
અલાહાપેરુમાંએ બુધવારે જાણકારી આપતા કહ્યું કે, તેના દેશના ઓછામાં ઓછા ત્રણ ખેલાડીઓની મેચ ફિક્સિંગના મામલે આઈસીસી તપાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું, અમને દુઃખ છે કે રમતનું અનુશાસન અને ચરિત્ર નબળા પડી રહ્યા છે.
કોઈપણ હાલનો ખેલાડી મેચ ફિક્સિંગમાં સામેલ નથી- શ્રીલંકા બોર્ડ
જ્યારે આ સમાચાર સામે આવ્યા બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બોર્ડનું માનવું છે કે માનનીય મંત્રીએ જેમનો ઉલ્લેખ કર્યો છે તે આઈસીસી ભ્રષ્ટાચાર નિરોધક એકમ દ્વારા ત્રણ પૂર્વ શ્રીલંકન ખેલાડીઓ વિરૂદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાં હાલના સમયમાં રાષ્ટ્રીય ખેલાડીઓના નામ સામલ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion