Kohli Income: ઇન્સ્ટાગ્રામ પરથી કમાણી કરવામાં વિરાટ કોહલી એશિયામાં ટૉપ પર, જાણો એક પૉસ્ટનો શું છે ચાર્જ
તાજેતરમાં જ hopperhq.com એ 2022ની ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ જાહેર કર્યુ છે. આ અનુસાર, વિરાટ કોહલી એક ઇન્સ્ટાગ્રામ પૉસ્ટથી 1,088,000 ડૉલર (લગભગ 8.69 કરોડ રૂપિયા) કમાણી કરે છે.
Virat Kohli Instagram Income: ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ભલે અઢી વર્ષથી ફોર્મમાં ના ચાલી રહ્યો હોય, પરંતુ તેની કમાણીમાં કોઇ ફરક નથી પડ્યો, તેની કમાણી ચાલુ જ છે. કોહલી ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટથી સૌથી વધુ કમાણી કરનારા એશિયન ખેલાડીઓમાં ટૉપ પર યથાવત છે. ઓવરઓલ પ્લેયર્સના લિસ્ટમાં કોહલીનું દુનિયામા ત્રીજુ સ્થાન છે.
તાજેતરમાં જ hopperhq.com એ 2022ની ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ જાહેર કર્યુ છે. આ અનુસાર, વિરાટ કોહલી એક ઇન્સ્ટાગ્રામ પૉસ્ટથી 1,088,000 ડૉલર (લગભગ 8.69 કરોડ રૂપિયા) કમાણી કરે છે. આ રીતે તે એશિયામાં સૌથી વધુ કમાણી કરનારો ખેલાડી બની ગયો છે. કોહલીના અત્યારે 20 કરોડથી વધુ ફોલોઅર્સ છે.
રૉનાલ્ડો ટૉપ પર, મેસી નંબર 3 પર યથાવત -
આમ તો ઓવરઓલ લિસ્ટ જોઇએ તો, પૉર્ટુગલનો સ્ટાર ફૂટબૉલર ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો ટૉપ પર છે. તે એક પૉસ્ટથી 2,397,000 ડૉલર (લગભગ 19 કરોડ રૂપિયા) કમાણી કરી છે. બીજા નંબર પર અમેરિકન મહિલા સેલિબ્રિટી કાઇલી જેનર છે, જે એક પૉસ્ટથી 1,835,000 ડૉલર (લગભગ 14.67 કરોડ રૂપિયા) કમાય છે, આ પછી ત્રીજા નંબર પર સ્પૉર્ટ્સ ફૂટબૉલર લિયૉનેલ મેસ્સી છે, મેસીની કમાણી એક પૉસ્ટથી 1,777,000 ડૉલર (લગભગ 14 કરોડ રૂપિયા) છે.
દુનિયાભરની હસ્તીઓના લિસ્ટમાં વિરાટ કોહલીનો નંબર 14મો છે. આ લિસ્ટમાં કોહલી બાદ બીજી એશિયન એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા છે. તે પણ ભારતની જ છે. પ્રિયંકાની કમાણી એક પૉસ્ટથી 423,000 ડૉલર (લગભગ 3.38 કરોડ રૂપિયા) છે.
આ પણ વાંચો..
Cheteshwar Pujara: કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફરી ફટકારી બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ
Inflation: વૈશ્વિક ફુગાવાનો ભય વધ્યો, હવે બ્રિટનમાં ફુગાવો 40 વર્ષની ટોચે, વ્યાજદરમાં પણ વધારો
Horoscope Today 21 July 2022: મેષ, મિથુન, કર્ક, તુલા રાશિ સહિત જાણો, તમામ 12 રાશિઓનું રાશિફળ