શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Ind vs Aus:ટી-20 સીરીઝમાં જીત બાદ વિરાટ કોહલીએ કહ્યું- દર્શકોના હોવાથી ક્યારેક ક્યારેક અમને...
કેપ્ટન કોહલીની શાનદાર 85 રનની ઈનિંગ છતા ભારત સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રીજી ટી 20માં ઓસ્ટ્રેલિયા સામે 12 રને હાર્યું. ભારતે ત્રણ મેચની સીરીઝ 2-1થી પોતાના નામે કરી.
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી20 મેચમાં હાર મેળવ્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું જો 25-30 રનની વધારે પાર્ટનરશીપ હોત તો હાર્દિક પંડ્યા મેચને જીતાડી શકત. કેપ્ટન કોહલીની શાનદાર 85 રનની ઈનિંગ છતા ભારત સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રીજી ટી 20માં ઓસ્ટ્રેલિયા સામે 12 રને હાર્યું. ભારતે ત્રણ મેચની સીરીઝ 2-1થી પોતાના નામે કરી.
કોહલીએ મેચ બાદ કહ્યું એક સમયે જ્યારે હાર્દિક પંડ્યાએ રમવાનું શરૂ કર્યું તો અમે વિચાર્યું અમે જીતી શકીએ છીએ. વચ્ચેની ઓવરોમાં અમારી બેટિંગ યોગ્ય ન રહી. જો વધારે 30 રનની પાર્ટનરશિપ હોત તો હાર્દિક માટે થોડુ સરળ હોત. પરંતુ સીરીઝ જીત સાથે 2020 સીઝનની સમાપ્તિ અમારા માટે થોડુ સારૂ છે.
વિરાટ કોહલીએ કહ્યું, 'મને લાગે છે કે દર્શકો એક કારણ છે અને આ હંમેશા તમને પ્રેરણા આપે છે. દર્શકોના હોવાથી ક્યારેક-ક્યારેક અમને તો ક્યારેક-ક્યારેક ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને ઉર્જા મળે છે.'
ભારત હવે 17 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચની ટેસ્ટ સીરીઝ રમશે. ભારતે ગત વખતે જ્યારે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો, તો કંગારૂઓની ઘરતી પર પ્રથમ વખત 2-1થી ટેસ્ટ જીતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion