મૈનચેસ્ટર વનડે મેચ પછી ક્રિકેટમાંથી બ્રેક લેશે Virat Kohli, આ ટૂર્નામેન્ટમાં કરશે વાપસી...
પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે આજે મૈનચેસ્ટરમાં રમાઈ રહેલી ત્રીજી વનડે મેચ પછી ક્રિકેટમાંથી બ્રેક લેશે.
Virat Kohli will take a break from cricket: પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે આજે મૈનચેસ્ટરમાં રમાઈ રહેલી ત્રીજી વનડે મેચ પછી ક્રિકેટમાંથી બ્રેક લેશે. કોહલી તેના પરીવાર માં, પત્ની અનુષ્કા, પુત્રી વામિકા સાથે એક મહિના માટે રજાઓ માણશે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કોહલીના આ બ્રેક અંગે અહેવાલ મળ્યા છે.
એક મહિના માટે બ્રેક લેશે કોહલીઃ
રિપોર્ટમાં જણાવાયું છે કે, કોહલી તેના પરીવાર સાથે સમય વિતાવશે જેમાં વિરાટ તેની મમ્મી સાથે પત્ની અનુષ્કા અને પુત્રી વામિકા સાથે છુટ્ટીઓ મનાવશે. આ વેકેશનથી વિરાટ ક્રિકેટમાં કેટલાક દિવસો માટે બ્રેક લેશે. વિરાટની પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા પહેલાંથી જ લંડનમાં છે. કોહલીના પરીવાર કેટલાક સભ્યો ઈંગ્લેન્ડ સામેની સિરીઝ પુરી થયા બાદ તેમની સાથે જોડાશે.
એશિયા કપમાં પરત ફરી શકે છે કોહલીઃ
ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામે 22 જુલાઈથી શરુ થઈ રહેલી 8 મેચોની સિમીત ઓવરોની મેચની સિરીઝમાં આરામ અપાયો છે. આ દરમિયાન વિરાટ કોહલી બ્રેક પર હશે અને આશા છે કે, આવતા મહિનાના અંતમાં શ્રીલંકા ખાતે યોજાનાર એશિયા કપ 2022 માટે વિરાટ ટીમમાં પરત ફરશે.
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ લંડનમાં અનુષ્કા શર્મા સાથે કથિત રીતે કૃષ્ણા દાસના એક પ્રવચનમાં હાજરી આપી હતી. એક ફૈને ટ્વીટ કર્યું હતું કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લંડનમાં કૃષ્ણાદાસ કીર્તનમાં હાજરી આપી છે.
આ પણ વાંચોઃ
Corona Vaccine: ભારતે કોરોના રસીકરણમાં રચ્યો ઈતિહાસ, 200 કરોડનો આંકડો કર્યો પાર