Singapore Open Final 2022: ફાઇનલમાં ચીનની ખેલાડીને હરાવી PV Sindhuએ જીત્યું સિંગાપોર ઓપન 2022નું ટાઇટલ
આ સિંધુનું પ્રથમ સુપર 500 ટાઇટલ છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુનું આ વર્ષનું ત્રીજું ટાઈટલ છે.
ભારતીય શટલર પીવી સિંધુએ રવિવારે મહિલા સિંગલ્સની ફાઇનલમાં ચીનની Wang Zhi Yiને હરાવીને સિંગાપોર ઓપન 2022નો ખિતાબ જીત્યો હતો. સિંધુએ Wang Zhi Yiને હરાવીને સિંધુએ પ્રથમ વખત સિંગાપોર ઓપન ટાઇટલ જીત્યું છે. આ સિંધુનું પ્રથમ સુપર 500 ટાઇટલ છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુનું આ વર્ષનું ત્રીજું ટાઈટલ છે.
Shuttler PV Sindhu wins her maiden Singapore Open title by defeating China's Wang Zhi Yi
— ANI (@ANI) July 17, 2022
(file pic) pic.twitter.com/I74tU8Yoc2
અગાઉ, સિંધુ સૈયદ મોદી ઇન્ટરનેશનલ અને સ્વિસ ઓપનમાં બે સુપર 300 ટાઇટલ જીતી ચૂકી છે. આ મેચમાં સિંધુએ Wang Zhi Yiને 21-9, 11-21 અને 21-15થી હરાવી હતી. કોમનવેલ્થ ગેમ્સ પહેલા આ ટાઇટલ જીતથી ચોક્કસપણે સિંધુનો આત્મવિશ્વાસ વધારશે.
સિંધુએ મેચની શરૂઆત શાનદાર રીતે કરી હતી. પ્રથમ સેટમાં તેણે ચીનની શટલરને 21-9ના મોટા માર્જિનથી હરાવી હતી. પરંતુ બીજા સેટમાં Wang Zhi Yiએ શાનદાર વાપસી કરીને સિંધુને 11-21થી હરાવી હતી. ત્રીજા અને નિર્ણાયક સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે ટક્કર જોવા મળી હતી. પરંતુ મેચના અંત સુધીમાં સિંધુએ Wang Zhi Yi પર પ્રભુત્વ જમાવવાનું શરૂ કર્યું હતું અને અંતિમ સેટ 21-15થી જીતીને ટાઈટલ જીતી લીધું હતું.
પીવી સિંધુ સતત શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. તેણે આ વર્ષે માર્ચમાં યોજાયેલી સ્વિસ ઓપન બાદ પ્રથમ વખત કોઈ ટુર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતુ. સિંધુએ સ્વિસ ટાઈટલ જીત્યુ હતું. તેણે સ્વિસ ઓપન સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં થાઇલેન્ડની બુસાનનને 21-16, 21-8થી હરાવી હતી. હવે તેણે સિંગાપોર ઓપન પણ જીતી લીધી છે.
Lalit Modi સાથે રિલેશનશિપના ખુલાસા બાદ Sushmita Sen એ શેર કરી આવી તસવીર, હવે કહી આ મોટી વાત