શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
41 વર્ષના ભારતીય ક્રિકેટરે મેચ રમીને બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગતે
જાફર 150 રણજી મેચ રમનારો એકમાત્ર બેટ્સમેન બની ગયો હતો. આ લિસ્ટમાં બીજા નંબર પર ક્રિકેટર દેવેન્દ્ર બુંદેલા અને અમોલ મજૂમદાર છે
નવી દિલ્હીઃ લિજેન્ડરી બેટ્સમેન વસીમ જાફરે પોતાની કેરિયરમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. વસીમ જાફર જેવો વિદર્ભ માટે ફિલ્ડિંગ કરવા મેદાનમાં ઉતર્યો તો તેને રણજી ટ્રૉફી ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો. આ મેચ આંધ્ર સામે રમાઇ રહી હતી.
મેદાન પર ઉતરતાં જ વસીમ જાફરે રણજી ટ્રૉફીમાં 150 મેચ રમવાનો રેકોર્ડ બનાવી લીધો, એટલે કે જાફર 150 રણજી મેચ રમનારો એકમાત્ર બેટ્સમેન બની ગયો હતો. આ લિસ્ટમાં બીજા નંબર પર ક્રિકેટર દેવેન્દ્ર બુંદેલા અને અમોલ મજૂમદાર છે.
સૌથી વધુ રણજી મેચ રમનારા ક્રિકેટરો.....
વસીમ જાફર- 150 મેચ
દેવેન્દ્ર બુંદેલા- 145 મેચ
અમોલ મજૂમદાર- 136 મેચ
ઉલ્લેખનીય છે કે, વસીમ જાફરે પોતાનુ ડેબ્યૂ વર્ષ 1996/97માં કર્યુ હતુ, બાદમાં તેને અનેક સિદ્ધિઓ હાંસલ કરી લીધી. વસીમ જાફર અત્યાર સુધી કુલ 40 સદી ફટકારી ચૂક્યો છે, આ બધી ડૉમેસ્ટિક ક્રિકેટમાં છે. જાફર 11,000થી વધુ રન બનાવનારો પહેલો બેટ્સમેન પણ બની ગયો છે. જાફરે ભારત તરફથી 31 ટેસ્ટ રમી છે જેમાં 34.10ની એવરેજથી 1944 રન બનાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion