Asia cup 2022: ભારત સામેની મેચ અગાઉ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો રિઝવાન, નેટ્સમાં પાડ્યો પરસેવો
એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે.
Mohammad Rizwan Practices Power-hitting: એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. ક્રિકેટ ચાહકો ઘણા સમયથી આ મેચની રાહ જોઈ રહ્યા હતા. આ મેચ પહેલા બંને ટીમના ખેલાડીઓ જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ મેગા મેચ પહેલા પાકિસ્તાનના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની પ્રેક્ટિસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રિઝવાન મોટા શોટ ફટકારતો જોવા મળી રહ્યો છે.
📹 A peek into Mohammad Rizwan's power-hitting drill 👊#AsiaCup2022 pic.twitter.com/UfO11yXp9C
— Pakistan Cricket (@TheRealPCB) August 23, 2022
રિઝવાને કરી પ્રેક્ટિસ
પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન એશિયા કપ પહેલા જોરદાર પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. તે દુબઈમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. મોહમ્મદ રિઝવાનની પ્રેક્ટિસ દરમિયાન પાકિસ્તાનના બેટિંગ કન્સલ્ટન્ટ મોહમ્મદ યુસુફ પણ તેને સલાહ આપતા જોવા મળ્યા હતા. રિઝવાન પ્રેક્ટિસ સેશન દરમિયાન નો લુક શોટ કરતો જોવા મળ્યો હતો.
કોહલી પાકિસ્તાન સામે પણ ધડાકો કરી શકે છે
બે મહિનાના વિરામ બાદ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એશિયા કપ દ્વારા ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યો છે. આઉટ ઓફ ફોર્મ હોવાને કારણે તમામની નજર એશિયા કપમાં વિરાટ કોહલીના પ્રદર્શન પર રહેશે. જો કે, ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ દાવો કર્યો છે કે જો ભારતના સ્ટાઇલિશ બેટ્સમેન વિરાટ કોહલી 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે અડધી સદી ફટકારે છે તો એશિયા કપના બાકીના સમય માટે તેને રોકવો મુશ્કેલ બનશે.