શોધખોળ કરો
Advertisement
WI v BAN: વિન્ડિઝના આ બેટ્સમેને ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ મચાવી ધમાલ, બન્યા અનેક રેકોર્ડ
મેયર્સ ડેબ્યુ ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં બેવડી સદી મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.
ઢાકાઃ વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં 3 વિકેટે મેચ જીતીને ઈતિહાસ રચ્યો હચો. ચોથી ઇનિંગ્સમાં 395 રનનો પીછો કરતાં ડેબ્યૂ મેન કાઈલ મેયર્સના અણનમ 210 રન વડે બાંગ્લાદેશને હાર આપી હતી. મેયર્સે તેની ઈનિંગમાં 20 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. મેયર્સ ડેબ્યુ ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં બેવડી સદી મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેમજ એશિયામાં કોઈપણ ટીમ દ્વારા સૌથી સફળ રનચેઝનો રેકોર્ડ બનાવ્યો હતો. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ 11 ફેબ્રુઆરીથી જ આ ગ્રાઉન્ડ પર રમાશે.
20 વર્ષ બાદ બન્યો આવો રેકોર્ડ
કાઈલ માયર્સ આ સાથે ચોથી ટેસ્ટ સદી મારનારા ખેલાડીઓના લિસ્ટમાં સામેલ થયો હતો. 223 જી હેડલેએ ઇંગ્લેન્ડ સામે આ રેકોર્ડ બનાવ્યા હતો. ન્યૂઝીલેન્ડના નાથન એસ્ટલે ક્રાઇસ્ટચર્ચમાં 2001-02માં ઈંગ્લેન્ડ સામે 222 રન બનાવ્યા હતા. લિટલમાસ્ટર સુનીલ ગાવસ્કરે ઈંગ્લેન્ડ સામે 1979માં ધ ઓવલમાં 221 રન બનાવ્યા હતા. બિલ એડરીચે સાઉથ આફ્રિકા સામે 1938-29માં 219 રન, ગોર્ડન ગ્રીનેઝ ઈંગ્લેન્ડ સામે 1984માં લોર્ડ્ઝમાં અણનમ 214 બનાવ્યા હતા. 20 વર્ષ બાદ કાઈલ મેયર્સે બાંગ્લાદેશ સામે 210 રનની ઈનિંગ રમી હતી.
એશિયામાં સૌથી સફળ રન ચેઝ
મેચ જીતવાની સાથે વેસ્ટ ઈન્ડિઝે એશિયામાં સૌથી મોટો રન ચેઝ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ 395 રનનો ટાર્ગેટ 7 વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. આ પહેલા શ્રીલંકાએ 2017માં કોલંબોમં 388, 2008-09માં ભારતે ઈંગ્લેન્ડ સામે ચેન્નઈમાં 387 અને 2015માં પાકિસ્તાને શ્રીલંકા સામે પલ્લેકલેમાં 377 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો.
IND vs ENG: આજથી બીજી ટેસ્ટની ટિકિટોનું વેચાણ થશે શરૂ, માત્ર આ રીતે જ મળશે ટિકિટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion