(Source: ECI/ABP News/ABP Majha)
T20 Women WC Score: ટીમ ઈન્ડિયાએ DL મેથડથી આયર્લેન્ડને હરાવી સેમીફાઈનલમાં કર્યો પ્રવેશ
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને પોતાની બંને મેચ જીત્યા બાદ ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમની 11 રને હારના કારણે હવે ગ્રુપ-બીમાં સેમીફાઈનલની રેસ રસપ્રદ બની.
LIVE
Background
IND vs IRE, WT20: મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને પોતાની શરૂઆતની બંને મેચ જીત્યા બાદ ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. શનિવારે રાત્રે ભારતીય ટીમની 11 રને હારના કારણે હવે ગ્રુપ-બીમાં સેમીફાઈનલની રેસ રસપ્રદ બની ગઈ છે. હવે ભારતીય ટીમ માટે આ ગ્રુપની છેલ્લી મેચ જીતવી મહત્વપૂર્ણ બની ગઈ છે. તેણે આ મેચ આયર્લેન્ડ સામે રમવાની છે.
વરસાદને કારણે મેચ રોકાઈ
ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી મહત્વની મેચમાં વરસાદને કારણે વિક્ષેપ પડ્યો છે. વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી છે. સાથે જ તમને જણાવી દઈએ કે આયરલેન્ડની ટીમ હજુ પણ ડકવર્થ લુઈસથી 5 રનથી પાછળ છે.
ભારતીય ટીમે આયર્લેન્ડને શરુઆતમાં જ બે ઝટકા આપ્યા
ભારતીય ટીમે આયર્લેન્ડને શરુઆતમાં જ બે ઝટકા આપ્યા છે. હન્ટર અને ઓરલા બંને પેવેલિયન પરત ફરી છે. હાલમાં આયર્લેન્ડ 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 33 રન બનાવી લીધા છે.
ભારતે આયર્લેન્ડને 156 રનનો ટાર્ગેટ આપ્યો
આયર્લેન્ડ સામે કરો યા મરો મેચમાં ભારતે આયરલેન્ડની ટીમને 156 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ શાનદાર 87 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. શૈફાલી વર્માએ 24 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાને પાંચમો ઝટકો
ટીમ ઈન્ડિયાને પાંચમો ઝટકો લાગ્યો છે. દિપ્તી શર્મા ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફરી છે. ભારતીટ ટીમે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 145 રન બનાવી લીધા છે.
સ્મૃતિ મંધના 87 રન બનાવી આઉટ થઈ
સ્મૃતિ મંધના 87 રન બનાવી આઉટ થઈ છે. ભારતીય ટીમને ચોથો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાએ 18.4માં 4 વિકેટ ગુમાવી 143 રન બનાવી લીધા છે.