WTC 2021 Final: ટીમ ઈન્ડિયા બીજી વખતે સંયુક્ત રીતે આઈસીસી વિજેતા બનશે
આજે મેચનો પાંચમો દિવસ છે અને માત્ર એક ટીમની જ ઈનિંગ પૂરી થઈ શકી છે. ટીમ ઈન્ડિયાએ (Team India) પ્રથમ ઈનિંગમાં 217 બનાવ્યા છે. જ્યારે ન્યૂઝિલેન્ડની ટીમે ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં 2 વિકેટના નુકસાન પર 101 રન બનાવ્યા છે અને હજુ ટીમ ઈન્ડિયાથી 116 રન પાછળ છે.
સાઉથટેમ્પનઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC Final 2021)ની ફાઇનલ ટેસ્ટ મેચમાં વરસાદ વિઘ્ન બન્યુ છે, વરસાદના કારણે હવે મેચ લગભગ ડ્રૉ તરફ આગળ વધી રહી છે. આ ખિતાબી મુકાબલાનો ચોથી દિવસ ખરેખરમાં વરસાદને ભેટ ચઢી જતા ક્રિકેટ દિગ્ગજો અને ક્રિકેટ ફેન્સ ગુસ્સે ભરાયા છે. આજે મેચનો પાંચમો અને સત્તાવાર રીતે છેલ્લો દિવસ છે. આજે પણ વરસાદની શક્યતા છે. પ્રથમ દિવસે વરસાદ વિલન બન્યો હતો અને આખા દિવસની રમત ધોવાઈ ગઈ હતી. બીજા દિવસની રમત થઇ પણ ઓછા પ્રકાશના કારણે અટકી, ત્રીજા દિવસે પણ પ્રકાશ ઓછો રહ્યો અને ચોથા દિવસની રમત પણ વરસાદના કારણે શક્ય બની શકી ન હતી. આ ચાર દિવસમાં ટેસ્ટમા ફક્ત 140 ઓવરની જ રમત રમાઇ શકી છે.
ક્રિકેટ ફેન્સ આ મુકાબલાની આતુરતાથી રાહ જોતા હતા પરંતુ વરસાદે રોમાંચ ખરાબ કરી નાંખ્યો છે. સાઉથેમ્પ્ટનમાં હવામાનને જોતાં આઈસીસીએ રિઝર્વ ડે (23 જૂન) રાખ્યો છે. પરંતુ હાલની સ્થિતિ જોતા રિઝર્વ ડેમાં મેચ જવાની સંભાવના ઓછી છે.
આજે મેચનો પાંચમો દિવસ છે અને માત્ર એક ટીમની જ ઈનિંગ પૂરી થઈ શકી છે. ટીમ ઈન્ડિયાએ (Team India) પ્રથમ ઈનિંગમાં 217 બનાવ્યા છે. જ્યારે ન્યૂઝિલેન્ડની ટીમે ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં 2 વિકેટના નુકસાન પર 101 રન બનાવ્યા છે અને હજુ ટીમ ઈન્ડિયાથી 116 રન પાછળ છે.
જો પાંચમા દિવસની રમત પણ શક્ય નહીં બને તો મેચ ડ્રો (Draw) જવાની પૂરી સંભાવના છે. આ સ્થિતિમાં ભારત અને ન્યૂઝિલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના સંયુક્ત વિજેતા જાહેર કરાશે. ટીમ ઈન્ડિયા આઈસીસી ટ્રોફી કોઈ સાથે શેર કરે તેવો આ બીજો મોકો હશે. 2002માં પણ આમ થઈ ચુક્યું છે. તે સમયે ભારત અને શ્રીલંકાને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.