(Source: ECI/ABP News/ABP Majha)
WTC Points Table: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જીત્યા બાદ પાંચમા નંબર પર પહોંચ્યુ ઇંગ્લેન્ડ, જાણો બાકીની ટીમોની સ્થિતિ
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપના લેટેસ્ટ પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ તો ઇંગ્લેન્ડની ટીમ પાંચમા નંબર પર છે. તેના 46.97 પૉઇન્ટ છે.
WTC Points Table England 5th Number: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે બેસ્ટ પ્રદર્શન કરતાં કીવીઓને 267 રનોથી માત આપી છે. આ જીત બાદ ઇંગ્લેન્ડની ટીમ ટેસ્ટ સીરીઝમાં 1-0 થી આગળ નીકળી ગઇ છે. માઉન્ટ મોન્ગાનુઇમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લિશ ટીમની આગળ કીવી ટીમ સંઘર્ષ કરતી જોવા મળી હતી.
આ જીત બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ ટેબલ પૉઇન્ટ ટેબલમાં ઇંગ્લેન્ડની સ્થિતિમાં સુધારો આવ્યો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી મેચમાં જીત્યા બાદ બેન સ્ટૉક્સની ટીમ હવે પાંચમા નંબર પર પહોંચી ગઇ છે. જાણો અત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપના પૉઇન્ટ ટેબલમાં કઇ ટીમ કયા સ્થાન પર છે.
પાંચમા નંબર પર ઇંગ્લેન્ડ -
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપના લેટેસ્ટ પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ તો ઇંગ્લેન્ડની ટીમ પાંચમા નંબર પર છે. તેના 46.97 પૉઇન્ટ છે. જ્યારે 70.83 પૉઇન્ટની સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ નંબર વન પર યથાવત છે. ટીમ ઇન્ડિયા બીજા સ્થાન પર છે, અને તેની 61.67 પૉઇન્ટ છે. આ ટીમો ઉપરાંત શ્રીલંકા 53.33 પૉઇન્ટની સાથે ત્રીજા, 48.72 પૉઇન્ટની સાથે સાઉથ આફ્રિકા ચોથા, 40.91 પૉઇન્ટની સાથે વેસ્ટ ઇન્ડિઝ છઠ્ઠા, 38.1 પૉઇન્ટની સાથે પાકિસ્તાન સાતમા, 27.27 પૉઇન્ટની સાથે ન્યૂઝીલેન્ડ આઠમા અને 11.11 પૉઇન્ટ્સની સાથે બાંગ્લાદેશની ટીમ 9 નંબર પર છે.
ભારતની સ્થિતિ -
હાલમાં આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપના પૉઇન્ટ ટેબલમાં ભારતની સ્થિતિ અન્ય ટીમો કરતાં ઘણી મજબૂત છે. ઓસ્ટ્રેલિયા પહેલા નંબર પર છે, જ્યારે ભારતીય ટીમ બીજા નંબર પર છે.
ભારતે અત્યાર સુધી કુલ 15 ટેસ્ટ મેચો રમી છે, જેમાં 9માં જીત, 4માં હાર અને 2 મેચો ડ્રૉ રહી છે. ભારતીય ટીમની એવરેજ 61.67ની છે અને પૉઇન્ટ 111 છે. આથી ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં પહોંચવાનું લગભગ નક્કી છે.
Jadeja 7 Wickets: ઓસ્ટ્રલિયા સામે બીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાનો તરખાટ, બીજી ઇનિંગમાં લીધી 7 વિકેટ
Jadeja 7 Wickets: ભારતીય સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામેની દિલ્હી ટેસ્ટની બીજી ઈનિંગમાં 7 વિકેટ લઈને શાનદાર વાપસી કરી છે. તેણે નિર્ણાયક સમયે ટીમ માટે મજબૂત પ્રદર્શન કર્યું અને વિરોધીઓને એક-એક રન માટે હંફાવ્યા. જાડેજાએ ટોચના ક્રમમાં ઉસ્માન ખ્વાજા અને માર્નસ લાબુશેનને આઉટ કર્યા પછી, નીચલા ક્રમમાં એક પછી એક વિકેટો લીધો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતને જીત માટે કાંગારુ ટીમ તરફથી 115 રનોનો નાના ટાર્ગેટ મળ્યો છે. બીજી ઇનિંગમાં કાંગારુ ટીમના બેટ્સમેનનો ફરી એકવાર ભારતીય બૉલરો સામે લાચાર જોવા મળ્યા અને માત્ર 113 રનના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગયા હતા, આ દરમિયાન ભારતને બીજી દિલ્હી ટેસ્ટમાં જીતવા માટે રોહિત એન્ડ કંપનીને જીતવા માટે 115 રનોનો ટાર્ગેટ મળ્યો હતો.
ભારતીય ટીમે ત્રીજા દિવસો તરખાટ મચાવી બૉલિંગ કરી, ભારતીય સ્પીનરોના કેર સામે કાંગારુ બેટ્સમેને ટકી શક્યા નહીં, કાંગારુ ટીમ તરફથી સૌથી વધુ રન ટ્રેવિસ હેડ 43 અને માર્નસ લાબુશાનેએ 35 રન બનાવી શક્યા હતા, આ સિવાય કોઇપણ બેટ્મસેને ડબલ ડિજીટ સુધી પહોંચી શક્યો ન હતો.