Stuart Broad Retirement: જેની ઓવરમાં યુવરાજે 6 સિક્સર ફટકારી હતી તેની નિવૃત્તિ પર કરી ખાસ તસવીર શેર, બ્રોડને ગણાવ્યો લિજેન્ડ
Stuart Broad England Yuvraj Singh: ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલર સ્ટુઅર્ટ બ્રોડે નિવૃત્તિની જાહેરાત કરી છે. તે લંડનમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં રમી રહ્યો છે. બ્રોડની આ છેલ્લી મેચ છે.
Stuart Broad England Yuvraj Singh: ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલર સ્ટુઅર્ટ બ્રોડે નિવૃત્તિની જાહેરાત કરી છે. તે લંડનમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં રમી રહ્યો છે. બ્રોડની આ છેલ્લી મેચ છે. બ્રોડની નિવૃત્તિને લઈને, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે એક ખાસ પોસ્ટ શેર કરી છે. સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરવાની સાથે તેણે રસપ્રદ કેપ્શન પણ લખ્યું છે. બ્રોડને નિવૃત્તિના અવસર પર અભિનંદન આપતા યુવરાજે તેને એક મહાન ક્રિકેટરનો દરજ્જો આપ્યો છે.
યુવરાજે ઈન્સ્ટાગ્રામ પર બ્રોડ સાથેનો એક ફોટો શેર કર્યો છે અને તેની કેટલીક તસવીરો પણ શેર કરી છે. યુવરાજે લખ્યું, સ્ટુઅર્ટ બ્રોડને શાનદાર ટેસ્ટ કારકિર્દી માટે અભિનંદન. વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંના એક અને રિયલ લિજેન્ડ. તમારી યાત્રા પ્રેરણાદાયી છે. આગળના ભવિષ્ય માટે અભિનંદન બ્રોડી !
View this post on Instagram
બ્રોડે તેની કારકિર્દી દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. ઇંગ્લેન્ડ માટે ટેસ્ટમાં બે વાર હેટ્રિક લેનાર બ્રોડ એકમાત્ર બોલર છે. આ સાથે તેણે 600થી વધુ વિકેટ પણ લીધી છે. બ્રોડે તેની કારકિર્દી દરમિયાન ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ તેના માટે એક ઓવર એવી હતી, જેને દુનિયાભરના ક્રિકેટ ચાહકો ભૂલી શક્યા નથી. યુવરાજે બ્રોડની એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. યુવરાજના છ છગ્ગા આજે પણ લોકોને યાદ છે. તમને જણાવી દઈએ કે બ્રોડે ઈંગ્લેન્ડ માટે 166 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન 600 વિકેટ લીધી છે. તેણે 121 વનડેમાં 178 વિકેટ લીધી છે. બ્રોડે 56 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 65 વિકેટ લીધી છે.
સ્ટુઅર્ટ બ્રોડ વિશે વાત કરતા રડી પડ્યો જેમ્સ એન્ડરસન
BOYS Don't Cry They Say! 💔 #StuartBroad #JamesAnderson pic.twitter.com/BIufW78IkJ
— Usman Ali (@USMAN_254) July 30, 2023
જેમ્સ એન્ડરસન પોતાના સાથી ખેલાડી સ્ટુઅર્ટ બ્રોડ વિશે વાત કરતા ઘણો ભાવુક થઈ ગયો હતો. આ દરમિયાન જેમ્સ એન્ડરસનની આંખોમાં આંસુ આવી ગયા. આ વીડિયોમાં જેમ્સ એન્ડરસન સ્ટુઅર્ટ બ્રોડ સાથે લાંબા સમય સુધી રમવાનો પોતાનો અનુભવ શેર કરી રહ્યો છે. જો કે જેમ્સ એન્ડરસનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.