શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સન્યાસ લીધાના વરસ બાદ કયા બેટ્સમેને ઉપરાછાપરી છગ્ગા ફટકારીને ટીમ ઇન્ડિયામાં વાપસીની ઇચ્છા વ્યક્ત કરી, જાણો વિગતે

ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને સિક્સર કિંગના નામથી જાણીતા યુવરાજ સિંહે ગઈકાલે રાતે રમાયેલા મુકાબલામાં 8 બોલના અંતરમાં કુલ  6 સિક્સર ફટાકારી હતી.. રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં દક્ષિણ આફ્રીકા લેજેન્ડ્સ સામે રમતા યુવરાજ સિંહે 22 બોલમાં 52 રનની શાનદાર ઈનિંગ રમી હતી

નવી દિલ્હીઃ અત્યારે ભારતમાં ક્રિકેટનો સમય ચાલી રહ્યો છે. એકબાજુ ભારતીય ટીમ અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે ટી20 સીરીઝ રમી રહી છે. તો બીજી બાજુ દિગ્ગજોની સીરીઝ રૉડ વર્લ્ડ સેફ્ટી રમાઇ રહી છે. દુનિયાના ક્રિકેટ લીજેન્ડ રાયપુરના મેદાન પર ફરી એકવાર પોતાનો જલવો બતાવી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે સન્યાસના એક વર્ષ બાદ યુવરાજ સિંહે પોતાની ટીમ ઇન્ડિયામાં વાપસીની ઇચ્છા વ્યક્ત કરી છે. 

ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને સિક્સર કિંગના નામથી જાણીતા યુવરાજ સિંહે ગઈકાલે રાતે રમાયેલા મુકાબલામાં 8 બોલના અંતરમાં કુલ  6 સિક્સર ફટાકારી હતી.. રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં દક્ષિણ આફ્રીકા લેજેન્ડ્સ સામે રમતા યુવરાજ સિંહે 22 બોલમાં 52 રનની શાનદાર ઈનિંગ રમી હતી. યુવરાજની ઈનિંગના કારણે દક્ષિણ આફ્રીકા લેજેન્ડ્સને 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  જેના જવાબમાં ઈંગ્લેન્ડ લેજેન્ડ્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 148 રન બનાવી શકી હતી. ઈન્ડિયા લેજેન્ડ્સનો 56 રનથી વિજય થવાની સાથે સેમિ ફાઇનલમાં પહોંચી હતી.

મેચ બાદ યુવરાજ સિંહે કહ્યું- મારા હિસાબે આ ખરાબ ન હતુ, જ્યારે હુ મારી કેરિયરને પીક કરી રહ્યો હતો, તો મે છ બૉલમાં છ છગ્ગા ફટકાર્યા હતા. હવે ચાર બૉલમાં ચાર છગ્ગા કાફી છે. ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટી20માં હાર્યા બાદ હવે મને લાગે છે કે મારી પાસે ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો સારો મોકો છે. હું મજાક કરી રહ્યો છુ, હુ મારા પ્રદર્શનથી ખુબ ખુશ છું. એ આશ્ચર્ય છે કે ફેન્સ મોટા પ્રમાણમાં રિટાયર થઇ ગયેલા ખેલાડીઓનુ સમર્થન કરવા આવ્યા છે. 

મેચ પૂરી થયા બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન પીટરસને યુવરાજની બેટિંગની પ્રશંસા કરી હતી. તેણે લખ્યું ક્રિકેટની સૌથી સારી ચીજોમાંથી એક 'પાઈ-ચકર'ને આટલી સરળતાથી સિક્સર મારતો જોવો લ્હાવો છે. પરંતુ પીટરસને તેને પાઇ ચકર કેમ કહ્યો તેને લઈ ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચા શરૂ થઈ હતી.

યુવરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો હતો ત્યારે પીટરસન તેના માટે પાઇચકર શબ્દનો ઉપયોગ કરતો હતો.2008ની ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ સીરિઝમાં પીટરસને યુવરાજને પાઇ ચકર કહ્યો હતો. ટેસ્ટમાં પીટરસન ડાબોડી સ્પિનર યુવરાજના હાથે આઉટ થયા બાદ તેણે આ બિરુદ આપ્યું હતું. પીટરસનને તેની કરિયરમાં યુવરાજ સિંહની બોલિંગમાં રમવામાં ઘણી તકલીફ પડતી હતી.  યુવરાજ સિંહે પીટરસનની પોસ્ટ જોઈને ભડક્યો હતો અને વળતો જવાબ આપતાં લખ્યું, કેટલીક વખત તમે પણ પાઇ પર સરકી જતા હતા.

સન્યાસ લીધાના વરસ બાદ કયા બેટ્સમેને ઉપરાછાપરી છગ્ગા ફટકારીને ટીમ ઇન્ડિયામાં વાપસીની ઇચ્છા વ્યક્ત કરી, જાણો વિગતે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Wayanad Results:  વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ

Maharashtra Election Result 2024: VIP બેઠકો પર રસપ્રદ મુકાબલો, પવાર-શિંદે અને ફડણવીસ સહિત દિગ્ગજોમાં કોણ આગળ?

Cash For Vote: ચૂંટણી પરિણામના દિવસે જ રાહુલ ગાંધી ફસાયા મોટી મુશ્કેલીમાં! આ નેતાએ ફટકારી 100 કરોડની નોટિસ

IND vs AUS: પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલીયા 104 રનમાં ઓલ આઉટ, બુમરાહની 5 વિકેટ
IND vs AUS: પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલીયા 104 રનમાં ઓલ આઉટ, બુમરાહની 5 વિકેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maharastra Election Result 2024: 9 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં કોણ આગળ?Vav By Election Result 2024 : ચૂંટણી પરિણામો વચ્ચે ગેનીબેનનો હુંકાર, આજે કમળ પર ગુલાબનો ઘા થશેMaharashtra Election Result 2024 : મહારાષ્ટ્રના શરૂઆત વલણમાં ભાજપે મારી બાજીMaharatsra Election 2024: મહારાષ્ટ્રમાં ખીલ્યું કમળ, 148 બેઠક પર ભાજપ આગળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Wayanad Results:  વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ
Wayanad Results: વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ
Maharashtra Election Result 2024: VIP બેઠકો પર રસપ્રદ મુકાબલો, પવાર-શિંદે અને ફડણવીસ સહિત દિગ્ગજોમાં કોણ આગળ?
Maharashtra Election Result 2024: VIP બેઠકો પર રસપ્રદ મુકાબલો, પવાર-શિંદે અને ફડણવીસ સહિત દિગ્ગજોમાં કોણ આગળ?
Cash For Vote: ચૂંટણી પરિણામના દિવસે જ રાહુલ ગાંધી ફસાયા મોટી મુશ્કેલીમાં! આ નેતાએ ફટકારી 100 કરોડની નોટિસ
Cash For Vote: ચૂંટણી પરિણામના દિવસે જ રાહુલ ગાંધી ફસાયા મોટી મુશ્કેલીમાં! આ નેતાએ ફટકારી 100 કરોડની નોટિસ
IND vs AUS: પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલીયા 104 રનમાં ઓલ આઉટ, બુમરાહની 5 વિકેટ
IND vs AUS: પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલીયા 104 રનમાં ઓલ આઉટ, બુમરાહની 5 વિકેટ
Maharashtra: કોણ બનશે મુખ્યમંત્રી? મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરે-એકનાથ શિંદેના નામના લાગ્યા પોસ્ટર

Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી

Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં ઉલટફેર, NDA ફરી આગળ, ઝારખંડમાં  કોંગ્રેસ-JMM ગઠબંધન આગળ

Meerapur: મહિલાઓને બંદૂક બતાવનાર પોલીસ ઈન્સ્પેક્ટરનું થશે સન્માન, વોટિંગ દરમિયાન સામે આવ્યો હતો વીડિયો

Embed widget