હવે ઈમરાન તાહિર દક્ષિણ આફ્રિકા તરફથી રમી રહ્યો છે. તેને 2011માં ઈન્ટરનેશનલ લેવલ પર રમવાની તક મળી હતી. જે પછી ઈમરાન દક્ષિણ આફ્રિકાની ટીમનો મહત્વનો પ્લેયર બન્યો છે. ઈમરાન ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમે છે. હાલ ઈમરાન તાહિર પત્ની સુમૈય્યા સાથે ડર્બનના રેઈનબો નેશનમાં રહે છે. આ કપલને એક વર્ષનો દીકરો પણ છે. જેનું નામ જિબ્રાન છે.
2/5
ઈમરાન તાહિર પાકિસ્તાન તરફથી ક્રિકેટ રમી રહ્યો હતો. જોકે, અનેક પ્રયત્ન પછી પણ તેને ઈન્ટરનેશનલ ટીમમાં સ્થાન નહોતું મળી રહ્યું. આ ઉપરાંત સુમૈય્યાએ લગ્ન પછી પાકિસ્તાનમાં રહેવાની પણ ના પાડી હતી. આ કારણે ઈમરાને પાકિસ્તાન છોડીને દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી તેને ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાની તક મળી હતી.
3/5
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ દિગ્જ સ્પિનર ઇમરાન તાહિરે વિશે લોકો એ નહીં જાણતા હોય કો તે મૂળ પાકિસ્તાની છે. તે પાકિસ્તાન માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને અંડર 19 ક્રિકેટ રમી ચૂક્યો છે. એટલું જ નહીં ઇમરાનના પાકિસ્તાન છોડાવનું કારણ પણ રોચક છે. તેણે પોતાના પ્રેમ માટે પાકિસ્તાન છોડીને દક્ષિણ આફ્રીકમાં વસવાટ કરવાનો નિર્ણય કર્યો.
4/5
આ પછી જ્યારે પાકિસ્તાનની ટીમ પરત ફરી રહી હતી ત્યારે એરપોર્ટ પર સુમૈય્યા અને ઈમરાનની મુલાકાત થઈ હતી. આ મુલાકાત પછી બન્ને નજીક આવ્યાં હતાં અને વાતચીત શરૂ કરી હતી. આફ્રિકામાં વસવાટ અંગે તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘હું જિંદગીમાં કંઈક મેળવવા ઈચ્છતો હતો. હું જાણતો હતો કે મારામાં ટેલેન્ટ છે અને આ જ કારણે હું મોટા સ્તર પર રમવા ઈચ્છતો હતો. જે પાકિસ્તાનમાં શક્ય નહોતું. આથી જ સાઉથઆફ્રિકા આવ્યાં પછી કેટલાક વર્ષો ખૂબ જ મુશ્કેલીભર્યા રહ્યાં હતાં.’
5/5
ઉલ્લેખનીય છે કે, 1998માં ઈમરાન તાહિરે પાકિસ્તાનની અંડર-19 ટીમ સાથે દક્ષિણ આફ્રિકાની ટૂર કરી હતી. આ દરમિયાન ઈમરાન તાહિરની નજર ભારતીય મૂળની અને દક્ષિણ આફ્રીકાની રહેવાસી સુમૈય્યા દિલદાર પર પડી હતી. સુમૈય્યા પોતાના પરિવાર સાથે મેચ જોવા આવી હતી. અહીંથી જ બન્નેની લવસ્ટોરી શરૂ થઈ હતી.