શોધખોળ કરો
Advertisement
સીરિઝ જીત્યા બાદ ગામ પહોંચેલા ટીમ ઈન્ડિયાના આ ખેલાડીનું જોરદાર સ્વાગત, રથ પર બેસાડીને લોકો લઈ ગયા ઘરે
નટરાજન જ્યારે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો હતો ત્યારે તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તે ઓસ્ટ્રેલિયાથી પરત આવશે ત્યારે આ રીતે સ્વાગત થશે.
નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ધૂળ ચટાડ્યા બાદ વતનમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું જોરદાર સ્વાગત થઈ રહ્યું છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ટી નટરાજનને તેના ગામ તમિલનાડુના ચિન્નાપામપટ્ટી પહોંચવા પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગામ પહોંચતાની સાથેજ લોકોએ તેને ફૂલહાર પહેરાવી અને રથમાં બેસાડીને રસ્તા પર તેની યાત્રા કાઢી હતી. મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા અને તેનું સ્વાગત કર્યું હતું.
નટરાજન જ્યારે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો હતો ત્યારે તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તે, ઓસ્ટ્રેલિયાથી પરત આવશે ત્યારે આ રીતે સ્વાગત થશે.
#WATCH | Tamil Nadu: Cricketer T. Natarajan received a grand welcome upon his arrival at his native village in Salem district. pic.twitter.com/y6cmWQx0HZ
— ANI (@ANI) January 21, 2021
નટરાજનની પસંદગી નેટ બોલર તરીકે થઈ હતી. પરંતુ સતત ઈજાગ્રસ્ત થઈ રહેલા ખેલાડી બાદ તેને ટી20, વનડે અને ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. ઘણા વર્ષ બાદ ભારત તરફથી કોઈ ખેલાડીએ એક જ પ્રવાસમાં અલગ અલગ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે.
ટી નટરાજનના બોલિંગની પ્રશંસા સૌ કોઈ કરી રહ્યું છે. તેના શાનદાર પ્રદર્શનના કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરુ થનારી ટેસ્ટ ટીમમાં પણ તેની પસંદગી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion