શોધખોળ કરો
Advertisement
ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને ધોનીનો મોટો રેકોર્ડ તોડ્યો, જાણો વિગત
આયર્લેન્ડ સામે રમાયેલી અંતિમ વન ડેમાં ઇંગ્લેન્ડની ભલે હાર થઈ હોય પરંતુ ટીમના કેપ્ટન ઈયોન મોર્ગને ઈતિહાસ રચ્યો હતો.
લંડનઃ આયર્લેન્ડ સામે રમાયેલી અંતિમ વન ડેમાં ઇંગ્લેન્ડની ભલે હાર થઈ હોય પરંતુ ટીમના કેપ્ટન ઈયોન મોર્ગને ઈતિહાસ રચ્યો છે. મોર્ગને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ ફટકારનારા કેપ્ટનનો રેકોર્ડ પોતોના નામે કરી લીધો છે. તેણે આ મામલે ભારતના પૂર્વ કેપ્ટન ધોનીને પાછળ રાખ્યો છે. મોર્ગને આ મેચમાં 84 બોલમાં 106 રન બનાવ્યા હતા, જેમાં 15 ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ છે.
આ મેચમાં ઈંગ્લન્ડની 7 વિકેટથી હાર થઈ હતી. ઈંગ્લેન્ડે આયર્લેન્ડને જીતવા 329 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને આયર્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી મોર્ગને 84 બોલમાં 106 રનની ઈનિંગ રમી હતી. જેમાં તેણે 15 ચોગ્ગા અને 4 સિક્સ ફટકારી હતી.
આ ચાર સિક્સની સાથે મોર્ગનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 328 સિકસ થઈ છે. કેપ્ટન તરીકે તેણે 212 સિક્સ મારી છે અને આ સાથે જ તેણે ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. ધોનીએ કેપ્ટન તરીકે 211 સિક્સ મારી હતી. ધોનીએ આ રેકોર્ડ બનાવવા 332 મેચ લીધી હતી, જ્યારે મોર્ગને 163 મેચમાં જ આ રેકોર્ડ તેના નામે કર્યો હતો.
લિસ્ટમાં રિકી પોન્ટિંગ ત્રીજા સ્થાને છે, કેપ્ટન તરીકે તેણે 171 સિક્સ મારી હતી. જે બાદ ન્યૂઝીલેન્ડના બ્રેંડન મેક્કુલમે 170 સિક્સ મારી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ મારવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઇલના નામે છે .તેણે 462 મેચમાં 534 સિક્સ મારી છે. જે બાદ પાકિસ્તાનનો શાહિદ આફ્રિદી 476 સિક્સ સાથે બીજા, ભારતનો હિટમેન રોહિત શર્મા 423 સિક્સ સાથે ત્રીજા ક્રમે છે.
પ્રવાસીઓની પસંદગીના આ રાજ્યમાં આવતાં લોકોએ ફરજિયાત 14 દિવસ થવું પડશે ક્વોરન્ટાઈન, જાણો વિગત
રામ મંદિર ભૂમિ પૂજનઃ મોદીએ પૂજા કરી ત્યાં 450 વર્ષ પહેલા મસ્જિદ હતીઃ ઓવૈસી
દેશના આ જિલ્લામાં આજે સાંજે 6 વાગ્યાથી 12 ઓગસ્ટ સુધી લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement