શોધખોળ કરો
FIFA World Cup 2018માં આજે ત્રીજા સ્થાન માટે કઈ બે ટીમો ટકરાશે, જાણો વિગત
1/5

જો કે બેલ્જિયમના ડિફેન્સ સામે ઇંગ્લેન્ડના સુકાની હેરી કેન, લિંગાર્ડ અને રહીમને રોકવાનો પડકાર રહેશે. આમ તો આ ત્રણેય બીજી સેમિફાઇનલમાં પ્રભાવહીન રહ્યા હતા, તેમ છતાં બેલ્જિયમ તેમને હળવાશમાં લેવાની ભૂલ કરી શકે નહીં.
2/5

તેણે એટેક અને ડિફેન્સ બંને તબક્કે ખૂબ જ સારો દેખાવ કર્યો હતો. બીજા હાફમાં ટીમ દબાણમાં આવી ગઈ હતી. બેલ્જિયમ આ મેચમાં ભૂલનું પુનરાવર્તન નહીં કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
3/5

બેલ્જિયમ માટે સારી બાબત એ છે કે, તે પહેલી સેમિફાઇનલમાં બહાર થઈ હતી. તે મેચમાં બેલ્જિયમની ટીમમાંથી બહાર રહેલો થોમસ મ્યૂનિએર આ મેચમાં વાપસી કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ માટે આ બાબત મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. ફ્રાંસ સામે બેલ્જિયમે પહેલા હાફમાં શાનદાર દેખાવ કર્યો હતો.
4/5

ટાઈટલ જીતવાનું સ્વપ્ન રોળાયા બાદ હવે બંને ટીમો ત્રીજું સ્થાન મેળવવા મેદાને ઊતરશે. ફાઈનલમાં ન પહોંચવાનું દુઃખ હોવા છતાં બંને ટીમોએ ઊંચા મનોબળ સાથે મેદાને ઊતરવું પડશે. ત્રીજું સ્થાન મેળવીને કોઈ એક ટીમ થોડા ઘણાં સન્માન સાથે સ્વદેશ પરત ફરી શકશે. પ્રતિષ્ઠાના આ જંગમાં ઈંગ્લેન્ડ અને બેલ્જિયમની ટીમ વચ્ચે આકરો મુકાબલો જોવા મળશે.
5/5

ફિફા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ફ્રાંસના સામે પરાજિત થયેલી બેલ્જિયમ અને ક્રોએશિયાના હાથે અપસેટનો શિકાર બનેલી ઇંગ્લેન્ડની ટીમ પાસે લાજ બચાવવાનો એક અવસર વધ્યો છે. શનિવારે ઇંગ્લેન્ડ અને બેલ્જિયમ વચ્ચે ફિફા વર્લ્ડ કપના ત્રીજા સ્થાન માટે મુકાબલો થવાનો છે.
Published at : 14 Jul 2018 09:44 AM (IST)
View More




















