(Source: ECI/ABP News/ABP Majha)
FIFA World Cup 2022: 'નેધરલેન્ડ્સનું લક્ષ્ય મેસ્સી નહી પરંતુ આર્જેન્ટિનાને હરાવવાનું છે', જાણો કોણે આપ્યું નિવેદન?
નેધરલેન્ડ્સના ડિફેન્ડર વર્જિલ વાન ડિજ્કે આર્જેન્ટિના સામેની મેચ પહેલા પ્રતિક્રિયા આપી છે
FIFA World Cup 2022 : નેધરલેન્ડ્સના ડિફેન્ડર વર્જિલ વાન ડિજ્કે આર્જેન્ટિના સામેની મેચ પહેલા પ્રતિક્રિયા આપી છે. તેણે મેસ્સી વિશે નિવેદન આપ્યું છે. વર્જિલે ચેતવણી આપી છે કે શુક્રવારે રાત્રે વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિના સામે ટકરાશે. નેધરલેન્ડ્સે અંતિમ 16માં યુનાઇટેડ સ્ટેટ્સને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા સામે મેસ્સીએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.
Is your #WorldCupFantasy team ready for tomorrow ⁉️#FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 8, 2022
મેસ્સી તેના છેલ્લા વિશ્વ કપમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે પરંતુ વર્જિલ વાને કહ્યું હતું કે આર્જેન્ટિનામાં વધુ સારા ખેલાડીઓ છે. તેણે કહ્યું, "મેસ્સી સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની સાથે તે છેલ્લા દાયકાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક છે.
Focused on #NEDARG 💯#NothingLikeOranje #WorldCup pic.twitter.com/B2nTz2x3aH
— OnsOranje (@OnsOranje) December 8, 2022
આર્જેન્ટિનાના મિડફિલ્ડર એન્ઝો ફર્નાન્ડીઝ અને યુવા ફોરવર્ડ જુલિયન અલ્વારેઝે પણ તેમની છેલ્લી બે મેચોમાં ગોલ ફટકારીને સારું પ્રદર્શન કર્યું છે. વર્જિલે કહ્યું હતું કે આર્જેન્ટિનામાં ઘણા સારા ફૂટબોલરો છે જેઓ ગમે ત્યારે મેચનું પાસુ બદલી શકે છે. તેઓ એવા ખેલાડીઓ છે જેના પર આપણે નજર રાખવી જોઈએ. અમે તે જ કરવાના છીએ.
ઉલ્લેખનીય છે કે FIFA વર્લ્ડ કપ 2022ની પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચ 9 ડિસેમ્બરે ક્રોએશિયા અને બ્રાઝિલ વચ્ચે રમાશે. આ પછી બીજી ક્વાર્ટર ફાઇનલ મેચ નેધરલેન્ડ્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાશે. આ મેચ 10 ડિસેમ્બરે રમાશે. ત્રીજી ક્વાર્ટર ફાઈનલ મોરોક્કો અને પોર્ટુગલ વચ્ચે રમાશે. અને ચોથી મેચ ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે રમાશે.
ફીફા વર્લ્ડકપ 2022માં શુક્રવારથી ક્વાર્ટર ફાઈનલ રમાશે. બ્રાઝિલ અને ક્રોએશિયા પ્રથમ ક્વાર્ટર ફાઈનલમાં ટકરાશે અને આ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની આશા છે. બંને ટીમો સેમિફાઇનલમાં પોતપોતાની જગ્યા નિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે, પરંતુ બ્રાઝિલનું પલડું વધુ ભારે માનવામાં આવે છે. બંને ટીમો ત્રીજી વખત વર્લ્ડકપમાં ટકરાશે.
બ્રાઝિલ અને ક્રોએશિયા ત્રીજી વખત વર્લ્ડકપમાં ટકરાવા માટે તૈયાર છે. આ પહેલા ભલે બંને ટીમો બે વખત ટકરાયા હોય પરંતુ નોકઆઉટ રાઉન્ડમાં બંને ટીમો પ્રથમ વખત ટકરાશે. બ્રાઝિલ 2006માં 1-0થી અને 2014માં 3-1થી જીત્યું હતું.