શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રમત જગતને લાગ્યો મોટો ઝાટકો, વીજળી પડવાને કારણે ભારતના આ મોટા ખેલાડીનું થયું મોત
હાલના રાષ્ટ્રીય ખેલાડી રવિ લાલ હેમ્બ્રાસ અને ચંદન ટુડૂ તેનાથી બચી ગયા, પરંતુ ગાંગુલી બેભાન થઈ ગયા.
નવી દિલ્હીઃ પૂર્વ સંતોષી ટ્રોફી ખેલાડી અભિજીત ગાંગુલીનું બિરસા મુંડા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન વીજળી પડવાને કારણે મોત થયું છે, જ્યારે બે અન્ય ફુટબોલર ઘાયલ થયા છે. પોલીસે આ જાણકારી આપી છે. 53 વર્ષના ગાંગુલી ધનબાદ રેલવે ડિવીઝનના ફુટબોલ કોચ છે. તે સ્ટેડિયમમાં યુવકો અને યુવકીઓને કોચિંગ આપી રહ્યા હતા, જ્યારે સવારે સાડા સાત કલાકે વરસાદ શરૂ થઈ ગયો. તેમના અને બે અન્ય ખેલાડીઓ પર વીજળી પડી.
હાલના રાષ્ટ્રીય ખેલાડી રવિ લાલ હેમ્બ્રાસ અને ચંદન ટુડૂ તેનાથી બચી ગયા, પરંતુ ગાંગુલી બેભાન થઈ ગયા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. ગાંગુલીના પરિવારમાં માતા, પત્ની અને એક પુત્ર છે. તેણે 1993માં સંતોષ ટ્રોફી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશીપમાં બિહાર ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અભિજીત 1990માં સર્વશ્રેષ્ઠ ડિફેન્ડર્સમાંના એક હતા.
જે બાદ રેલ્વેમાં તેની નોકરી લાગી ગઈ હતી. તેણે અનેક વર્ષો સુધી ઈન્ટર ઝોનલ રેલ્વે ચેમ્પિયનશીપમાં ઈસ્ટર્ન રેલ્વે ફૂટબોલ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જે બાદ તે ધનબાદ રેલ્વે ડિવિઝનના કોચ બન્યા હતા. ગાંગુલી બિરસા ફૂટબોલ ક્લબમાં યુવા ખેલાડીઓની પ્રતિભાને નિખારતા હતા. ધનબાદ ફૂટબોલ એસોસિયેશનના સચિવ ફૈયાઝ અહેમદે દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, આ શહેરે એક શાનદાર કોચ ગુમાવી દીધા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મહિલા
દેશ
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion