શોધખોળ કરો
Advertisement
ધોની અને પોન્ટિગમાંથી બેસ્ટ વનડે કેપ્ટન કોણ ? માઈક હસ્સીએ આપ્યો આ જવાબ, જાણો વિગત
માઈક હસ્સી ખુદ સ્વીકારે છે કે બન્ને વચ્ચે બેસ્ટ કેપ્ટન પસંદ કરવું ઘણુ મુશ્કેલ કામ છે. મહેન્દ્રિ સિંહ ધોની અને રિકી પોન્ટિંગ વચ્ચે ઘણી બધી વસ્તુમાં સામ્યતા છે.
નવી દિલ્હી: મહેન્દ્રિ સિંહ ધોની અને રિકી પોન્ટિંગ વચ્ચે ઘણી બધી વસ્તુમાં સામ્યતા છે. બન્ને શાનદાર બેટ્સમેન રહ્યા છે સાથે સાથે પોતાની ટીમને ફ્રંટથી લીડ કરી છે. પોન્ટિગે પોતાના નેતૃત્વમાં ઑસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું જ્યારે ધોનીએ પણ પોતાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. ત્યારે આસ્ટ્રેલિયાનો પૂર્વ બેટ્સમેન માઇક હસ્સી બન્નેની કેપ્ટનશિપમાં રમી ચુક્યો છે. પોન્ટિગની કેપ્ટનશિપમાં તે નેશનલ ટીમ માટે રમ્યો છે. જ્યારે ધોનીના નેતૃત્વ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી ચુક્યો છે. તેણે જણાવ્યું કે આ બન્નેમાંથી કોણ બહેતર કેપ્ટન છે.
જો કે માઈક હસ્સી ખુદ સ્વીકારે છે કે બન્ને વચ્ચે બેસ્ટ કેપ્ટન પસંદ કરવું ઘણુ મુશ્કેલ કામ છે. હસ્સીએ પોતાનું ડેબ્યુ 2005માં પોન્ટિગની કેપ્ટનશિપમાં કર્યું હતું. અને તે 2007 આઈસીસી વર્લ્ડકપ વિજેતા ટીમનો હિસ્સો હતો. તેના બાદ તે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી છ સીઝન રમી ચુક્યો છે. જેમાં બે વખત ટીમ ચેમ્પિયન બની છે.
હસ્સીને જ્યારે પૂછવામાં આવ્યું કે પોન્ટિગ અને ધોનીમાં બેસ્ટ વનડે કેપ્ટન કોણ છે, ત્યારે તેમણે કહ્યું કે એ કહેવુ મુશ્કેલ છે, મારે રિકી પોન્ટિગનું નામ લેવું પડશે કારણ કે ધોનીની કપ્તાનીમાં હું ક્યારેય વનડે મેચ રમ્યો નથી. તેથી પોન્ટિગ સાથે જઈશ. હસ્સી વનડે અને ટી20માં શાનદાર ફિનિશર રહ્યો છે. તેણે મહત્વના સમયે ટીમને ઘણી વખત જીત અપાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement