Euro 2024: યુરો કપમાં જીત સાથે પોર્ટુગલની શાનદાર શરૂઆત, ચેક રિપબ્લિકને 2-1થી હરાવ્યું
પોર્ટુગલ તરફથી સબસ્ટિટ્યુટ ફ્રાન્સિસ્કો કોન્સેઇકોએ 92 મિનિટે કરેલો ગોલ વિજયી ગોલ સાબિત થયો હતો.
યુરોપ કપ 2024માં ચેક રિપબ્લિક સામે પોર્ટુગલનો 2-1થી વિજય થયો હતો. પોર્ટુગલ તરફથી સબસ્ટિટ્યુટ ફ્રાન્સિસ્કો કોન્સેઇકોએ 92 મિનિટે કરેલો ગોલ વિજયી ગોલ સાબિત થયો હતો. પોર્ટુગલે ચેક રિપબ્લિક સામે 2-1થી જીત નોંધાવી હતી. યુરો કપ 2024માં ગ્રુપ એફની પોતાની પ્રથમ મેચમાં પોર્ટુગલે જીત સાથે શાનદાર શરૂઆત કરી હતી.
REPORT: Portugal recover in the second half to snatch victory with Francisco Conceição's dramatic winner 📰👇#EURO2024 | #PORCZE
— UEFA EURO 2024 (@EURO2024) June 18, 2024
આ અગાઉ બીજા હાફમાં ચેક રિપબ્લિકના મિડફિલ્ડર લુકાસ પ્રોવોડે શાનદાર ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. લુકાસે 62મી મિનિટે ટીમ માટે ગોલ કર્યો હતો. મેચ દરમિયાન પોર્ટુગલ તરફથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ અનેક વખત ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી નહોતી. રોનાલ્ડો 39 વર્ષની ઉંમરમાં છઠ્ઠી વખત યુરોપિયન ચેમ્પિયનશીપમાં ભાગ લેનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
જોકે 69મી મિનિટે જ પોર્ટુંગલ તરફથી ડિફેન્ડર રોબિન હારનાકે શાનદાર ગોલ કરી ટીમને 1-1થી બરોબરી અપાવી હતી. એક સમયે એવું લાગી રહ્યું કે મેચ ડ્રો રહેશે પરંતુ મેચની 87મી મિનિચે રોનાલ્ડોના પ્રયાસ બાદ ડિઓગો જૌટાના હેડરને વીએઆરની તપાસ માટે ઓફસાઇડ જાહેર કરવામાં આવ્યો હતો.
મેચમાં 92 મિનિટે નેટો અને કોન્સીકાઓએ સાથે મળીને શાનદાર ગોલ કર્યો હતો જે ગોલ ટીમ માટે વિજયી સાબિત થયો હતો. આ જીત સાથે ગ્રુપમાં પોર્ટુગલના પોઇન્ટ તુર્કીના પોઇન્ટ સમાન થયા હતા. તુર્કીએ પોતાની પ્રથમ મેચમાં જ્યોર્જિયાને 3-1થી હાર આપી હતી.
રોનાલ્ડો અને ચેક રિપબ્લિકના સ્ટ્રાઈકર પેટ્રિક શિક યુરો 2020માં પાંચ-પાંચ ગોલ સાથે સંયુક્ત ટોચના સ્કોરર હતા, પરંતુ બંનેમાંથી આ મેચમાં સર્વશ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યું નહોતું.