શોધખોળ કરો
Advertisement
'જ્યારે ઇચ્છા થાય ત્યારે ક્રિકેટ રમવા મેદાન પર ના આવી શકાય', ધોની પર કયા પૂર્વ ક્રિકેટરે તાક્યુ નિશાન
નોંધનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી મહેન્દ્ર સિંહ ધોનીના સન્યાસની ચર્ચાઓએ વેગ પકડ્યો છે, જોકે, હજુ ધોની તરફથી કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યુ
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે મહેન્દ્ર સિંહ ધોની પર નિશાન સાધ્યુ છે. ગંભીરે કહ્યું કે ધોની જ્યારે ઇચ્છા થાય ત્યારે મરજી પ્રમાણે સીરીઝ રમવા નથી આવી શકતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી પંત પર દબાણ વધારવાને લઇને બોલતા ગંભીરે આ નિવેદન આપ્યુ હતુ.
રિપોર્ટર સાથે વાત કરતાં ધોનીને લઇને ગંભીરે કહ્યું કે, હું પહેલા પણ કહી ચૂક્યો છું કે રિટાયરમેન્ટનો પ્લાન પોતાનો જ હોય છે, સિલેક્ટર્સે ધોની સાથે વાત કરવી જોઇએ, કેમકે જો તમારે ભારત માટે રમવુ હોય તો તમે તમારી મરજી પ્રમાણે સીરીઝ પસંદ નથી કરી શકતા, તમે ઇચ્છા થાય ત્યારે સીરીઝમાં રમવા નથી આવી શકતા.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી મહેન્દ્ર સિંહ ધોનીના સન્યાસની ચર્ચાઓએ વેગ પકડ્યો છે, જોકે, હજુ ધોની તરફથી કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યુ.
ધોની વર્લ્ડકપ બાદ વેસ્ટ ઇન્ડિઝ અને હવે સાઉથ આફ્રિકા સીરીઝમાંથી ગાયબ છે. તેની જગ્યાએ ટીમમાં યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને સમાવવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement