શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ફાઇનલ હોય તો પણ ભારતે મેચ ન રમવી જોઈએઃ ગૌતમ ગંભીર
નવી દિલ્હીઃ ફેબ્રુઆરીમાં પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનનો ચારે તરફ વિરોધ થઈ રહ્યો છે. ફૂટનીતિક સંબંધોથી લઈને રમતના મેદાનમાં તેની અસર જોવા મળી રહી છે. આગામી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચ ઉપર પણ તેની અસર પડી શકે છે. ઘણા પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવાની માંગણી કરી ચૂક્યા છે. ભારતને 2007માં ટી-20 વર્લ્ડ કપ અને 2011માં વન-ડે વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓપનર ગૌતમ ગંભીર પણ તેના પક્ષમાં છે.
ગંભીરે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેચ નહીં રમવાની અપીલ કરી છે. ગૌતમ ગંભીરે કહ્યું કે, આ અંગે બીસીસીઆઈએ વિચારવાની જરૂર છે. પરંતુ હું અંગત પણે માનું છું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ રમાય તો પણ ભારતે ફાઇનલ મેચ રમવી ના જોઈએ. ગંભીરે કહ્યું હતું કે જો ભારતે બહિષ્કારના કારણે બે પોઇન્ટ ગુવાવવા પણ પડે છે તો તેની ચિંતા કરવી જોઈએ નહીં.
વાંચોઃ અફઘાનિસ્તાને આયર્લેન્ડને 7 વિકેટથી હરાવી ટેસ્ટમાં પ્રથમ જીત મેળવી, પાકિસ્તાન-ઇંગ્લેન્ડની કરી બરાબરી, જાણો વિગત
ગંભીરે કહ્યું હતું કે જો આમ થાય તો દેશની જનતાએ ટીમ ઇન્ડિયાનો સાથ મજબૂતીથી આપવો જોઈએ. આપણે એશિયા કપનો પણ બોયકોટ કરવો જોઈએ જેથી આપણે પાકિસ્તાન સામે ન રમી શકીએ. મારા માટે સૈનિકોના પ્રેમથી મોટું કશું જ નથી.
ગૌતમ ગંભીરે થોડા જ મહિના પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે 58 ટેસ્ટમાં 42.0ની સરેરાશથી 4154 રન બનાવ્યા છે. જેમાં 9 સદી અને 22 અડધી સદી સામેલ છે. જ્યારે 147 વન ડેમાં 38.7ની સરેરાશથી 5238 રન ફટકાર્યા છે. જેમાં 11 સદી અને 34 અડધી સદીનો સમાવેશ થાય છે. જ્યારે 37 ટી 20માં 119ના સ્ટ્રાઇક રેટથી 932 રન બનાવ્યા છે.Gautam Gambhir on whether India should play Pakistan in the World Cup: It's up to the BCCI to decide. Personally, there's nothing wrong in forfeiting the game as well, 2 points aren't that important, for me jawans are more important than any cricket game. Country comes first. pic.twitter.com/XTa2IoxwYv
— ANI (@ANI) March 18, 2019
Gautam Gambhir: Even if India has to play Pakistan in the World Cup final, if you let go of the final, I think the country should be ready for it. There should not be any backlash form certain sections of society who start saying that you can't compare sports and politics. https://t.co/pQ0bFMlbe5
— ANI (@ANI) March 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement