શોધખોળ કરો
Advertisement
અનિલ કુંબલેને ‘જંબો’ ઉપનામ કોણે આપ્યું ? જાણીને ચોંકી જશો
કુંબલેએ 2016માં તેના ફેન્સના સવાલોનો જવાબ આપતાં ટ્વિટર પર જણાવ્યું હતું કે, મારું ઉપનામ જંબો નવજોત સિંહ સિદ્ધુએ પાડ્યું હતું. તે વખતે ઈરાની ટ્રોફીમાં દિલ્હીના કોટલામાં હું રેસ્ટ ઓફ ઈન્ડિયા તરફથી રમતો હતો અને સિદ્ધુ મિડ ઓન પર ફિલ્ડિંગ કરતો હતો. મારા કેટલાક બોલ અચાનક ઉછળતા હતા, જે બાદ સિદ્ધુએ મને કહ્યું જંબો જેટ. બાદમાં જેટ તો હટી ગયું પરંતુ જંબો રહી ગયું. ત્યારથી મારા સાથીઓ જંબો કહેવા લાગ્યા.
બેંગલુરુઃ ટેસ્ટ ક્રિકેટમાં મુથૈયા મુરલીધરન (800 વિકેટ) અને શેન વોર્ન (708 વિકેટ) બાદ ત્રીજા સૌથી સફળ બોલર અનિલ કુંબલે (619 વિકેટ)નો આજે 49મો બર્થ ડે છે. 1970માં બેંગલુરુમાં કૃષ્ણા સ્વામી અને સરોજના ઘરે જન્મેલા આ લેગ સ્પિનરની સન્માનમાં તેના શહેરમાં એક ચોકનું નામ અનિલ કુંબલે સર્કલ રાખવામાં આવ્યું છે.
કુંબલેએ 2016માં તેના ફેન્સના સવાલોનો જવાબ આપતાં ટ્વિટર પર જણાવ્યું હતું કે, મારું ઉપનામ જંબો નવજોત સિંહ સિદ્ધુએ પાડ્યું હતું. તે વખતે ઈરાની ટ્રોફીમાં દિલ્હીના કોટલામાં હું રેસ્ટ ઓફ ઈન્ડિયા તરફથી રમતો હતો અને સિદ્ધુ મિડ ઓન પર ફિલ્ડિંગ કરતો હતો. મારા કેટલાક બોલ અચાનક ઉછળતા હતા, જે બાદ સિદ્ધુએ મને કહ્યું જંબો જેટ. બાદમાં જેટ તો હટી ગયું પરંતુ જંબો રહી ગયું. ત્યારથી મારા સાથીઓ જંબો કહેવા લાગ્યા.
1990-2008 સુધી 18 વર્ષની ટેસ્ટ કરિયર દરમિયાન કુંબલે કોઈ વિવાદમાં સપડાયો નહોતો. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે કેપ્ટન કોહલી સાથે મતભેદો બાદ તેણે જૂન 2017માં રાજીનામું આપી દીધું હતું. ટીમ ઈન્ડિયાના કોચ તરીકે કુંબલે હતો ત્યારે ભારતે રમેલી 17 ટેસ્ટમાંથી 12માં જીત થઈ હતી અને માત્ર એક જ મેચ ગુમાવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગમાં તમામ 10 વિકેટ લેવાનો રેકોર્ડ પણ અનિલ કુંબલેના નામે છે. વેસ્ટ ઈન્ડિઝ સામે 2002ની એન્ટિગા ટેસ્ટમાં અનિલ કુંબલેને જડબામાં ઈજા થઈ હતી પરંતુ તેમ છતાં પાટો બાંધીને બોલિંગ કરવા આવ્યો. તેણે 14 ઓવર નાંખી અને બ્રાયન લારાને એલબીડબલ્યુ આઉટ કરીને વિકેટ પણ લીધી હતી. બોલીવુડની હોટ એક્ટ્રેસે કહ્યું, દારૂ પીવો આજની સંસ્કૃતિ છે અને તેમાં કંઈ ખોટું નથી નવસારી: વાંસદા અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા, કોઈ જાનહાનિ નહીંHappy birthday Anil Kumble!
6️⃣1️⃣9️⃣ Test wickets 👏 3️⃣3️⃣7️⃣ ODI wickets 👏 pic.twitter.com/ZVq3pqqOSK — ICC (@ICC) October 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement