મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિડનીમાં રમાનારી પહેલી વનડેમાં બન્ને ખેલાડી નહીં રમી શકે. બીસીસીઆઇના COAની સાથે ઇમેલ સંવાદમાં આ માહિતી મળી છે કે આ ખેલાડીઓ પર કેટલાય મોટા એક્શન લેવામાં આવી શકે છે.
2/5
જેમ કે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલની સામે 15 દિવસ સુધી તપાસ સમિતિ બેસાડવામાં આવી શકે છે. આ અનુસાર બન્ને ક્રિકેટર્સને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આખી વનડે સીરીઝમાંથી બહાર કરી દેવામાં આવી શકે છે.
3/5
નોંધનીય છે કે, તાજેતરમાંજ ટીવી શૉ 'કૉફી વિથ કરણ'માં હાર્દિક પંડ્યા પોતાના સાથી ખેલાડી લોકેશ રાહુલ સાથે આવ્યો હતો. શૉ દરમિયાન હૉસ્ટ કરણ જોહરે બન્ને ખેલાડીઓને તેની પ્રાઇવેટ લાઇફ વિશે પુછ્યુ હતુ. હાર્દિકે તે સમયે મહિલાઓ પર કેટલીક અભદ્ર ટિપ્પણીઓ કરી હતી.
4/5
5/5
નવી દિલ્હીઃ ટીવી શૉ 'કૉફી વિથ કરણ'માં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવી ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને ભારે પડી ગઇ છે, બન્ને ખેલાડીઓને 12 જાન્યુઆરીએ રમાનારી ઓસ્ટ્રેલિયા સામેની પહેલી સિડની વનડેમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.