તેને કહ્યું અમારા વિચારવું પડશે કે કયા બૉલરને ક્યારે બૉલિંગ કરાવવી, કઇ બાજુથી કયો શૉટ રમવો. અમારે ટૂર્નામેન્ટ પહેલા નવી રણનીતિ બનાવવી પડશે.
3/5
હરમનપ્રીત કૌરે આઇસીસી માટે લખેલા પોતાની કૉલમમાં લખ્યું, ‘વેસ્ટ ઇન્ડિઝમાં વાતાવરણ ખુબ મુશ્કેલભર્યુ હોય છે. આનાથી માત્ર ઉંચા કેચો જ પ્રભાવિત નથી થતા કેપ્ટન, બેટ્સમેન અને બૉલર-ફિલ્ડર બધા વચ્ચે અંતર વધી જાય છે.’
4/5
હરમનપ્રીત કૌરે કહ્યું કે વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર રમવું અલગ વાત હોય છે. માત્ર અમે નહીં બધી ટીમોને આ વાતની મુશ્કેલી નડશે. ત્યાંની પીચો પણ ધીમી છે. અમારી મેચો બપોર પછીની છે જેથી ઝાકળ અને સાંજે ગ્રીપમાં પ્રૉબ્લમ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે આગામી મહિને 9 થી 24 નવેમ્બર દરમિયાન વેસ્ટ ઇન્ડિઝમાં આઇસીસી વર્લ્ડ ટી20 વર્લ્ડકપ રમાવવાનો છે.
5/5
નવી દિલ્હીઃ આગામી મહિને યોજાનારા મહિલા ટી-20 વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમને ડર લાગ્યો છે. ભારતીય મહિલા ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરે લાગે છે કે વેસ્ટ ઇન્ડિઝની પીચો અને વાતાવરણને કારણે ખેલાડીઓને પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.