શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હાશિમ અમલા આ બે બાબતો પર વિરાટ કોહલી પર પડ્યો ભારે, જાણો રેકોર્ડ વિશે.....
36 વર્ષીય અમલાએ ગઇકાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી, અમલાએ વનડેમાં સાઉથ આફ્રિકા માટે ખાસ કામ કર્યુ હતું
ડરબનઃ સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન હાશિમ અમલાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડકપમાં હાશિમ અમલાનું બેટ ના ચાલ્યુ અને સાઉથ આફ્રિકાની દયનીય હાલત થઇ હતી, લીગ રાઉન્ડમાંથી આફ્રિકન ટીમ બહાર થઇ ગઇ હતી. આ પછી કયાસ લગાવાઇ રહ્યો હતો કે હાશિમ અમલા ક્રિકેટમાંથી સન્યાસ લઇ લેશે. હાશિમ અમલાના કેટલાક રેકોર્ડ એવા છે જે ક્રિકેટના નંબર વન બેટ્સમેન કોહલીને પણ ટક્કર આપતા હતા.
હાશિમ અમલાએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને અનેક મુદ્દે ટક્કર આપી છે. ખાસ કરીને બે રેકોર્ડ એવા છે જેમાં વિરાટ કોહલી હાશિમ અમલાની ઘણો પાછળ રહ્યો હતો. જાણો એ બે રેકોર્ડ વિશે....
36 વર્ષીય અમલાએ ગઇકાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી, અમલાએ વનડેમાં સાઉથ આફ્રિકા માટે ખાસ કામ કર્યુ હતું.
વિરાટ કોહલીને પાછળ પાડતા હાશિમ અમલાના રેકોર્ડ...
હાશિમ અમલાએ સૌથી ઝડપી 2 હજાર રન બનાવ્યા હતા, અમલાએ 41 મેચોમાં 40 ઇનિંગમાં જ 2000 રનનો આંકડો પાર કર્યો હતો. જ્યારે કોહલીએ 56 મેચોમાં 53 ઇનિંગ રમીને 2000 રન પુરા કર્યા હતા.
બીજા રેકોર્ડમાં અમલા શતકોના મામલે વિરાટથી આગળ રહ્યો હતો. અમલાએ 27 વનડે સદીઓ માત્ર 167 મેચોમાં ફટકારી જ્યારે વિરાટ કોહીલને 27 વનડે સદી બનાવવા માટે 169 મેચો રમવી પડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ઓટો
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion