શોધખોળ કરો
Advertisement
આ બે ક્રિકેટર ભાઈઓ પર ICCએ લગાવ્યો આજીવન પ્રતિબંધ, વર્ષોથી કરતા હતા મેચ ફિક્સિંગ
હોંગકોંગની ટીમમાં ઑલરાઉન્ડર તરીકે રમતા ઈરફાને 6 વન-ડેમાં 8 વિકેટો લીધી છે અને 99 રન બનાવ્યા છે.
નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીએ મેચ ફ્કિસિંગના આરોપમાં હોંગકોંગના બે ક્રિકેટર ઈરફાન અહમદ અને નદીમ અહમદ પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો છે. એક અહેવાલ અનુસાર આઈસીસીએ ઇરફાન અને નદીમ પર આજીવન પ્રતિબંધ ઉપરાંત તેના ટીમ સાથી હસીબ અમજદ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. ઈરફાન અહમદ અને નદીમ અહમદ ભાઈ છે.
ઈરફાન અહમદે 13 જાન્યુઆરી 2014ના રોજ હોંગકોંગ અને સ્કૉટલેન્ડની મેચ, 17 જાન્યુઆરી 2014ના રોજ હોંગકોંગ-કેનેડા મેચ, 12 માર્ચ 2014ના રોજ ઝિમ્બાબ્વે વિરુદ્ધ મેચમાં ફિક્સિંગ અને પરિણામને પ્રભાવિત કરવા અંતર્ગત દોષી માનવામાં આવ્યા છે. આ ઉપરાંત અહમદે વર્ષ 2014માં થયેલી ICC વર્લ્ડ ટી20 ક્વૉલિફાયર મેચો ફિક્સ કરવા માટે પણ પૈસા લીધા. ઈરફાન 2016 ICC વર્લ્ડ ટી20 મેચોને પણ ફિક્સ કરવા માટે લાંચ લેવાનો દોષી જાહેર થયો છે.
હોંગકોંગની ટીમમાં ઑલરાઉન્ડર તરીકે રમતા ઈરફાને 6 વન-ડેમાં 8 વિકેટો લીધી છે અને 99 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે 8 ટી20માં 76 રન અને 11 વિકેટો લીધી છે. પાકિસ્તાનના બહાવલપુરમાં પેદા થયેલો નદીમ અહમદ હોંગકોંગ તરફથી રમે છે. ડાબોડી સ્પિનર નદીમ 25 વન-ડેમાં 38 વિકેટો લીધી છે. તેણે 26 રન આપી 4 વિકેટો ઝડપી હતી જે તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. આ ઉપરાંત નદીમ 24 ટી20 મેચોમાં 25 વિકેટો લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement