સેરેનાની દીકરાનું નામ Alexis Olympia Ohanian Jr. છે. તેણે ગત વર્ષે એલેક્સિસ ઓહાનિયન સાથે લગ્ન કર્યા હતા.
3/6
“મને લાગી રહ્યું છે કે હું મારા બાળક માટે વધારે કંઈ કરી શકતી નથી. હું તેની સાથે હોઉ છું છતાં જેટલો સમય વીતાવવો જોઈએ તેટલો વીતાવી શકતી નથી. તમારામાંથી મોટાભાગની માતાઓ આ બાબતોનો સામનો કરે છે. તમે ગૃહિણી હો કે વર્કિંગ વુમન, ઘર અને બાળકો સંભાળવા એક કળા છે. તમે બધી અસલી હીરો છે. હું તમને કહેવા માંગુ છું કે એક સપ્તાહ કે દિવસ ખરાબ જાય તો પરેશાન ન થાવ. હું પણ આવી ચીજોમાંથી પસાર થઈ છું.”
4/6
સેરેનાએ પ્રેગન્નસીના અહેવાલ પણ સોશિયલ મીડિયા દ્વારા આપ્યા હતા.
5/6
સેરેનાએ લખ્યું કે, મેં અનેક આર્ટિકલ્સમાં વાંચ્યું છે કે, “મા બન્યા બાદ આશરે 3 વર્ષ સુધી આવા ભાવનાત્મક સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. મારા માટે ગત સપ્તાહ સારું નહોતું. હું ન માત્ર અંગત સમસ્યાનો સામનો કરી રહી હતી પરંતુ એવું લાગતું હતું કે હું સારી માતા નથી. મને વાત કરવાનું પસંદ છે. જ્યારે મેં મારી માતા, બહેન અને મિત્રોને આ અંગે વાત કરી તો તેમણે કહ્યું કે આવી લાગણી થવી સામાન્ય વાત છે.”
6/6
નવી દિલ્હીઃ વિશ્વની નંબર વન ટેનિસ ખેલાડી રહેલી સેરેના વિલિયમ્સ 2017માં બાળકને જન્મ આપ્યા બાદ હાલ ભાવનાત્મક ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહી છે. 23 વખત ગ્રાન્ડ સ્લેમ સિંગલ વિજેતા બનેલી સેરેનાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે ‘તે એક સારી માતા નથી તેવું અનુભવી રહી છે.’