શોધખોળ કરો
Advertisement
ICC ટેસ્ટ રેન્કિંગ: મોહમ્મદ શમી અને મયંક અગ્રવાલ ટેસ્ટ કેરિયરમાં સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર
ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ હજી પણ ટોચના સ્થાને યથાવત છે. ઇજાના લીધે ભારતીય ટીમની બહાર જસપ્રીત બુમરાહે પણ પોતાના ચોથો ક્રમ જાળવી રાખ્યો છે.
નવી દિલ્હી: બાંગ્લાદેશ વિરુદ્ધ ઇન્દોરમાં પ્રથમ ટેસ્ટમાં મહત્વની ભૂમિકા ભજવનાર ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને બેટ્સમેન મયંક અગ્રવાલે આઈસીસીના નવા ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રાપ્ત કર્યું છે.
શમી આઠ સ્થાનના સુધારા સાથે બોલર્સ રેન્કિંગમાં સાતમા સ્થાને આવી ગયો છે. તેના નામે 790 રેટિંગ પોઈન્ટ છે. જે કોઈ ભારતીય ફાસ્ટ બોલર માટે ટેસ્ટમાં ત્રીજો સર્વશ્રેષ્ઠ છે. આ મામલે કપિલ દેવ (877 પોઈન્ટ ) અને જસપ્રીત બુમરાહ( 832 પોઈન્ટ) સાથે ક્રમશ: પ્રથમ અને બીજા સ્થાને છે.
બોલરોમાં ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ હજી પણ ટોચના સ્થાને યથાવત છે. ઇજાના લીધે ભારતીય ટીમની બહાર જસપ્રીત બુમરાહે પણ પોતાના ચોથો ક્રમ જાળવી રાખ્યો છે. રવિચંદ્રન અશ્વિન પણ ટોપ 10માં સામેલ છે.
બાંગ્લાદેશ સામે કેરિયરની સર્વશ્રેષ્ઠ 234 રનની ઇનિંગ રમનાર 28 વર્ષીય મયંક બેટ્સમેનની રેન્કિગમાં 11માં સ્થાન પર છે. કેરિયરની શરૂઆતની આઠ ટેસ્ટમાં 858 રન બનાનાર આ બેટ્સમેનના નામે 691 રેટિંગ પોઈન્ટ છે. તેને આ ઇનિંગ્સ બદલ સાત સ્થાનનો ફાયદો થયો છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ 937 પોઈન્ટ્સ સાથે પ્રથમ અને ભારતીય કપ્તાન વિરાટ કોહલી 912 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે. ચેતેશ્વર પુજારા 790 પોઈન્ટ્સ સાથે ચોથા અને અજિંક્ય રહાણે 759 પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાને છે. જ્યારે રોહિત શર્મા 10માં નંબરે છે.
Ind Vs Ban: મયંક અગ્રવાલની ધમાલ, માત્ર 5 ઇનિંગમાં ફટકારી 3 સેન્ચુરી અને.....
IPL 2020: કિંગ્સ ઇલેવન પંજાબે ગેઇલને કર્યો રિટેન, મિલર-કરનને કર્યા બહાર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement