શોધખોળ કરો
Advertisement
ICCનો મહત્વપૂર્ણ નિર્ણય- સ્લો ઓવર રેટ બદલ કેપ્ટનને નહી કરાય સસ્પેન્ડ
આઇસીસી ક્રિકેટ સમિતિની ભલામણોને બોર્ડે મંજૂરી આપી દીધી છે. 2019થી 2021 સુધી ચાલનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ એક ઓગસ્ટ (એશિઝ)થી શરૂ થશે.
નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટનોને હવે સ્લો ઓવર રેટ બદલ સસ્પેન્ડ કરવામાં નહી આવે કારણ કે આઇસીસીએ આ પ્રકારના ગુનામાં આખી ટીમનો અંક કાપવાનો અને સજા આપવાનો નિર્ણય કર્યો છે જેની શરૂઆત આગામી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપથી કરવામાં આવશે. આઇસીસી ક્રિકેટ સમિતિની ભલામણોને બોર્ડે મંજૂરી આપી દીધી છે. 2019થી 2021 સુધી ચાલનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ એક ઓગસ્ટ (એશિઝ)થી શરૂ થશે. આઇસીસીએ એક નિવેદનમાં કહ્યું કે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ મેચોમાં જો કોઇ ટીમ નિર્ધારિત સમયમાં ઓવર પુરી નહી કરે તો તમામ ઓવરના બદલામાં તેના બે અંક કાપી નાખવામાં આવશે.
તે સિવાય આઇસીસીએ કહ્યં કે, કેપ્ટનોને હવે આ માટે સસ્પેન્ડ કરવામાં આવશે નહી. તમામ ખેલાડીઓને આ માટે સમાન રીતે દોષિત ઠેરવાશે અને સમાન સજા ભોગવશે. અત્યાર સુધી એક વર્ષમાં બે વખત સ્લો ઓવર રેટના ગુનામાં કેપ્ટનને સસ્પેન્ડ કરવામાં આવતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement