શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના ઈમામ ઉલ હકે તોડ્યો ભારતના કપિલ દેવનો 36 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત
ઈમામ ઈંગ્લેન્ડમાં વન ડેમાં 150 કે તેથી વધુનો સ્કોર બનાવનારો વિશ્વનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. ઇમામ પહેલા આ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવના નામે હતો. કપિલે દેવે ઈંગ્લેન્ડમાં રમાયેલા 1983ના વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે સામે અણનમ 175 રનની ઈનિંગ રમી હતી. તે સમયે કપિલ દેવની ઉંમર 24 વર્ષ હતી.
લંડનઃ પાકિસ્તાનના સ્ટાઇલિશ ઓપનર ઇમામ ઉલ હકે મંગળવારે ઇંગ્લેન્ડ સામે ત્રીજી વન ડેમાં સદી ફટકારી હતી, તેમ છતાં પાકિસ્તાને મેચમાં 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન ઇન્ઝમામ ઉલ હકના ભત્રીજાએ 131 બોલમાં 151 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 358 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પરંતુ ઈંગ્લેન્ડે જોની બેયરસ્ટોની 128 રનની ઈનિંગ વડે ટાર્ગેટ 44.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
23 વર્ષીય ઈમામ સદી ફટકારી હોવા છતાં ભલે પાકિસ્તાનને જીત અપાવી ન શક્યો હોય પરંતુ તેણે ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવનો 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ઈમામ ઈંગ્લેન્ડમાં વન ડેમાં 150 કે તેથી વધુનો સ્કોર બનાવનારો વિશ્વનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. ઇમામ પહેલા આ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવના નામે હતો. કપિલે દેવે ઈંગ્લેન્ડમાં રમાયેલા 1983ના વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે સામે અણનમ 175 રનની ઈનિંગ રમી હતી. તે સમયે કપિલ દેવની ઉંમર 24 વર્ષ હતી.
ઇમામ ઉલ હકે અત્યાર સુધીમાં 10 ટેસ્ટ, 27 વન ડે અને એક ટી ઈન્ટરનેશનલ મેચ રમી છે. તે વન ડેમાં છ સદી ફટકારી ચુક્યો છે. ઈંગ્લેન્ડ સામે ગઈકાલે તેણે રમેલી 151 રનની ઈનિંગ વન ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર છે. ટેસ્ટ ક્રિકેટમાં તે ત્રણ અડધી સદી પણ લગાવી ચુક્યો છે.
મેચ બાદ ઈમામે કહ્યું, પાકિસ્તાનની ટીમે 358 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો પરંતુ બોલર્સના નબળા પ્રદર્શન અને નબળી ફિલ્ડિંગના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો.Pakistan finish their 50 overs on 358/9!
Imam-ul-Haq was the star of the show with a career-best 151 👏 FOLLOW THE 🏴 CHASE ⬇️ https://t.co/BuyG5ePjy6 pic.twitter.com/gaJHYdkWoT — ICC (@ICC) May 14, 2019
સેહવાગે હાર્દિક પંડ્યાને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત ભાજપના નેતા ફળદુએ ખાતરની થેલીનું વજન ઓછુ હોવાને લઇને શું કહ્યું, જુઓ વીડિયોEngland win by six wickets, with 31 balls remaining.
It's the highest-ever successful ODI chase in England! What a performance!#ENGvPAK SCORE ➡ https://t.co/BuyG5ePjy6 pic.twitter.com/NnRbPLkMe0 — ICC (@ICC) May 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ખેતીવાડી
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion