અફઘાનિસ્તાનની ટીમે પહેલી ઈનિંગમાં 109 તો બીજી ઈનિંગમાં 103 રન બનાવ્યાં હતાં. જ્યારે ભારતની પહેલી ઈનિંગ 474 રને પૂરી થઈ હતી. મેચ પછી જ્યારે ટ્રોફી સાથે ફોટો સેશન કરવાનું થયું તો કેપ્ટન અજિંક્ય રહાણેએ અફઘાનિસ્તાન ટીમને ગ્રુપ ફોટો માટે આમંત્રણ આપ્યું હતું. બન્ને ટીમોએ પોતાના મૈત્રીપૂર્ણ સંબંધોનું ઉદાહરણ આપતાં ગ્રુપ ફોટો કરાવ્યું હતું. સોશિયલ મીડિયા પર પણ રહાણેએ ઉઠાવેલા આ પગલાના વખાણ થઈ રહ્યાં છે.
2/5
ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો મળ્યા પછી ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાને પોતાના ટેસ્ટ કરિયરનો પ્રારંભ કર્યો હતો. પાંચ દિવસના ક્રિકેટનો અનુભવ ન હોવાથી અફઘાનિસ્તાન ટીમની બન્ને ઈનિંગ્સ બે જ સેશનમાં પૂરી થઈ હતી.
3/5
આ ટેસ્ટ મેચમાં હાર પછી પણ ભારતીય ખેલાડીઓના આ ઉમદા વ્યવહારના કારણે અફઘાન ટીમ નિરાશ નહિ ફરે. અત્યાર સુધી નાના ફોર્મેટમાં અફઘાનિસ્તાને દુનિયાને પોતાના પ્રદર્શનથી ખુશ કર્યું છે પરંતુ પહેલી ટેસ્ટમાં તે આવું કરી શકી નહોતી.
4/5
ઓછા અનુભવને કારણે અફઘાન ટીમ 262 રનથી હારી હોય પરંતુ મેચ પછી ભારતીય ખેલાડીઓએ અફઘાન ખેલાડીઓનું દિલ જીતી લીધું હતું. મેચ પછી ભારતે અફઘાન ટીમને સંદેશ આપ્યો હતો કે ભલે પહેલી ટેસ્ટમાં તેને હાર મળી હોય પરંતુ દિલ નાનું ન કરવું જોઈએ અને તેના ઉજ્જવળ ભવિષ્ય સામે જોવું જોઈએ.
5/5
નવી દિલ્હીઃ ભારત વિરૂદ્ધ પોતાની ટેસ્ટ કારકીર્દિની શરૂઆત કરનાર અફઘાનિસ્તાને ભલે પ્રથમ ટેસ્ટમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હોય. પરંતુ મેચ બાદ બન્ને દેશના ખેલાડીઓએ ગજબની ખેલ ભાવના બતાવી હતી જીત બાદ જ્યારે ટીમ ઇન્ડિયા આ એકમાત્ર ટેસ્ટ મેચની ટ્રોફી લઈને ફોટો સેશન કરવા ઉતરી, ત્યારે ભારતે અફઘાન ટીમની સાથે આ ફોટો સેશન પૂરું કર્યું.