શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
ઈંગ્લેન્ડ સામે ધબડકા પછી કોહલી-શાસ્ત્રીએ મીડિયા સામે આવવાના બદલે ક્યા ક્રિકેટરને આગળ કરી દીધો ? જાણો વિગત
1/4

લૉર્ડ્સ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેને શરમજનક દેખાવ કર્યો તેના કારણે ચાહકોમાં આક્રોશ છે. જ્યારે બીજી તરફ અકિંજય રહાણેની કોમેન્ટથી પણ ચાહકોનો આક્રોશ વધ્યો છે. આ શરમજનક દેખાવ પછી મીડિયાને જવાબ આપવા કેપ્ટન વિરાટ કોહલી તથા કોચ રવિ શાસ્ત્રી હાજર ના થતાં ક્રિકેટ ચાહકો ગુસ્સામાં છે.
2/4

પુજારાના વિવાદિત રન આઉટ માટે જવાબદાર કેપ્ટન કોહલીએ મીડિયા સામે આવીને કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર કોઈ કોમેન્ટ નથી કરી. બીજી તરફ રહાણેએ કોહલીના ઈશારે પુજારાને જવાબદાર ઠેરવતાં પણ ક્રિકેટ ચાહકોમાં ભારે આક્રોશ છે.
3/4

ભારતના ધબડકા બાદ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની જોડીએ મીડિયાનો સામનો કરવા માટે પોતે આવવાના બદલે જેનું ટીમમાં સ્થાન નથી તેવા અકિંજય રહાણેને મોકલી દીધો હતો. રહાણેએ ભારતના ધબડકા માટે કોઈ નક્કર કારણ આપવાના બદલે જૂનો જ રાગ આલાપતાં કહ્યું હતુ કે, આ ઈનિંગથી બધાને ઘણું બધું શીખવા મળ્યું.
4/4

રહાણેએ ઊમેર્યું કે, પ્રથમ ઈનિંગથી અમારામાંના ઘણાંને શીખવા મળ્યું. અમે જેટલી ઝડપથી શીખીશું તેટલું અમારા માટે સારુ છે. ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં વરસાદના વિધ્ન વચ્ચે બીજા દિવસે શરુ થયેલી મેચમાં ભારતે 35.2 ઓવરમાં માત્ર 107 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતુ.
Published at : 12 Aug 2018 11:18 AM (IST)
View More
Advertisement





















