(Source: ECI/ABP News/ABP Majha)
ભારત પાસેથી મેચ ઝૂંટવી લેનારા 'રચીન'ના નામમાં છુપાયેલુ છે જબરદસ્ત તથ્ય, જાણો ટીમ ઇન્ડિયા સાથેના ખાસ કનેક્શન વિશે...........
સચીન પ્રથમ ટેસ્ટમાં આઠમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો, તેને 91 બૉલ રમીને 18 રન બનાવ્યા અને અંતે મેચ ડ્રૉ કરાવી હતી.
નવી દિલ્હીઃ ગઇકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ પાંચમા દિવસે ડ્રૉ થઇ, ખરેખરમાં, તો ભારત આ મેચમાં જીતની એકદમ નજીક પહોંચી ગયુ હતુ અને ગમે ત્યારે જીત ભારતની ઝોળીમાં આવી શકે તેવી પ્રબળ શક્યતા સેવાઇ રહી હતી પરંતુ આ બધાની વચ્ચે કીવી માટે દેવદુત બન્યો ભારતીય મૂળનો ખેલાડી રચીન રવિન્દ્ર. રચીન રવિન્દ્રએ ધ વૉલની જેમ અડીખમ પીચ પર ઉભા રહીને મેચ ડ્રૉ કરાવી દીધી. સચીન પ્રથમ ટેસ્ટમાં આઠમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો, તેને 91 બૉલ રમીને 18 રન બનાવ્યા અને અંતે મેચ ડ્રૉ કરાવી હતી. અંજિક્યે રહાણેની કેપ્ટનશીપવાળી ટીમ માત્રને માત્ર સચીનની ડિફેન્સિવ ઇનિંગને જોતી રહી ગઇ હતી. જાણો કોણ છે રચીન ને શું છે તેના નામ પાછળનુ રહસ્ય..........
કોણ છે રચિન રવિન્દ્ર?
રચીન રવિન્દ્રનો જન્મ ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં 18 નવેમ્બર, 1999એ થયો હતો. તેના પિતા રવિ કૃષ્ણામૂર્તિ એક સૉફ્ટવેર એન્જિનીયર છે, અને કર્ણાટકના બેંગાલુરુ સાથે સંબંધ ધરાવે છે. 90ના દાયકામાં તે ન્યૂઝીલેન્ડ શિફ્ટ થઇ ગયા અને વેલિંગ્ટનમાં રચીન રવિન્દ્રનો જન્મ થયો. નાની ઉંમરમાં જ રચીન રવિન્દ્રે પોતાની પ્રતિભાનુ પ્રદર્શન કરીને પહેલા અંડર-19 અને પછી નેશનલ ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવી. તેને આ વર્ષે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. અત્યાર સુધીમાં 6 આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં રમી ચૂક્યો છે.
રચીન રવિન્દ્રના નામ પર છુપાયેલુ છે જોરદાર રહસ્ય-
રચીન રવિન્દ્રના પતિ રવિ કૃષ્ણામૂર્તિ ક્રિકેટના ખુબ શોખીન છે અને તે ભારતીય દિગ્ગજ સચીન તેંદુલકર અને રાહુલ દ્રવિડના મોટા ફેન છે. જ્યારે તેમના ઘરે દીકરાનો જન્મ થયો, તો તેમને તેનુ નામ સચીન તેંદુલકર અને રાહુલ દ્રવિડના નામ પર રાખવાનો ફેંસલો કર્યો. તેમને રચીનનુ નામ રાખવા માટે રાહુલ દ્રવિડમાંથી Ra અને સચીન તેંદુલકરમાંથી Chin શબ્દો ઉઠાવ્યા, અને બન્નેને ભેગા કરીને તેમનો પોતાના દીકરાનુ નામ રચીન (Rachin) રાખી દીધુ. આમ આ રીતે આખુ નામ ભારતીય દિગ્ગજો સાથે સંબંધ ધરાવે છે. રચીન રવિન્દ્રની અત્યારે ઉંમર માત્ર 22 વર્ષની છે અને તે ક્રિકેટની દુનિયામાં સારુ એવુ નામ પણ કમાઇ ચૂક્યો છે.
ભારતની ટીમ
શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ
ન્યૂઝીલેન્ડની ટીમ
ટોમ લાથમ, વિલ યંગ, કેન વિલિયમસન, રોસ ટેલર, હેન્રી નિકોલસ, ટોમ બ્લન્ડેલ, રચિન રવિન્દ્ર, ટીમ સાઉથી. એઝાઝ પટેલ, કાયલી જેમિસન, વિલિયમ સોમરવિલે