ભારતને ગાળો આપનારો આ દિગ્ગજ થયો ભારતીય ટીમ પર ફિદા, બુમરાહ માટે કહી દીધી આવી વાત, જાણો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી અને છેલ્લી નિર્ણાયક ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાઇ રહી છે.
Jasprit Bumrah: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી અને છેલ્લી નિર્ણાયક ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાઇ રહી છે. આ ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમના ફાસ્ટ બૉલર બુમરાહે ફરી એકવાર ટીમને ડુબતી બચાવી છે. બુમરાહે પ્રથમ ઇનિંગમાં સાઉથ આફ્રિકા સામે પાંચ વિકેટો ઝડપીને તરખાટ મચાવી દીધો છે. બુમરાહનો આ સ્પેલ જોઇને ઇંગ્લેન્ડનો દિગ્ગજ ખેલાડી માઇકલ વૉન ખુશ થઇ ગયો છે. તેને બુમરાહની પ્રસંશા કરી છે.
માઇકલ વૉને બુમરાહને ભારત માટે સૌથી પ્રભાવશાળી બૉલર માન્યો છે. તેને દક્ષિણ આફ્રિકાના તમામ બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા. માઇકલ વૉને ટ્વીટ કરતા લખ્યું- જસપ્રીત બુમરાહની શાનદાર બૉલિંગ. મને લાગે છે કે તે તમામ ફોર્મેટમાં હાલના સમયનો દુનિયાનો સર્વશ્રેષ્ઠ બૉલર છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ માઇકલ વૉને ભારતીય ટીમને વિદેશોમાં હાર પર મજાક ઉડાવીને ગાળો પણ આપી હતી. જોકે હવે વૉને હવે ફરી એકવાર ટીમ ઇન્ડિયા પર ફિદા થયો છે.
How good is @Jaspritbumrah93 !!! I reckon across all formats he is the best in the World at the moment .. #SAvIND
— Michael Vaughan (@MichaelVaughan) January 12, 2022
બુમરાહની પાંચ વિકેટ-
જસપ્રીત બુમરાહે 23.3 બોલમાં 8 મેડન નાખી અને 42 રન આપી 5 વિકેટ ઝડપી હતી. બીજા દિવસની રમતમાં સાઉથ આફ્રિકાના ખેલાડી પીટરસને લડાયક ઈનિંગ રમી હતી પરંતુ જસપ્રીત બુમરાહની 5, શામીની 2, ઉમેશ યાદવની 2 અને શાર્દૂલ ઠાકુરની એક વિકેટની મદદથી ભારતે સાઉથ આફ્રિકાને ઓલઆઉટ કરી દીધું હતું.
આ પણ વાંચો........
એક સાથે 32000 સરકારી પદો પર થશે ભરતી
Railway Recruitment 2022: રેલ્વેમાં ભરતી બહાર પડી, 10 પાસ કરી શકશે અરજી, જાણો સંપૂર્ણ વિગતો
Heart Attack:હાર્ટ અટેકનું આ લોકોને વધુ રહે છે વધુ જોખમ, જાણો બચવાનો શું છે ઉપાય