શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યાને પડતો મુકી વિકેટકીપર ઋષભ પંત સાથે મોડી રાત્રે જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસ
બંને મુંબઈના જુહૂની એક રેસ્ટોરાંમાં રાત્રે 11 વાગ્યે જોવા મળ્યા હતાં.
નવી દિલ્હીઃ ફિલ્મ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને ભારતીય ક્રિકેટ ટીના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત હાલમાં જ એક ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. બન્ને મુંબઈની એક હોટલમાં જોવા મળ્યા હતા. છેલ્લાં ઘણાં સમયથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ઉર્વશી રૌતેલા અને ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા એક બીજાને ડેટ કરી રહ્યા છે.
બંને મુંબઈના જુહૂની એક રેસ્ટોરાંમાં રાત્રે 11 વાગ્યે જોવા મળ્યા હતાં. માનવામાં આવે છે કે આ ડિનર ડેટ હતી. પરંતુ સૌકોઈ એ વાતને લઈને ખુબ જ હેરાન છે કે વેસ્ટ ઈન્ડિઝ સામે ફાઈનલ ટી-20 મેચ પહેલા જ બંને એકબીજા સાથે નજરે પડ્યાં હતાં.
અભિનેત્રી અચનાક જ ઋષભ પંત સાથે મોડી રાત્રે દેખાતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાનું માનવામાં આવે છે. સાથે જ એ ચર્ચા પણ જોર પર છે કે શું ઉર્વશીએ હાર્દિક પંડ્યાને પડતો મુક્યો છે?
ઉર્વશી રાઉતેલાની ફિલ્મ તાજેતરમાં જ રીલિઝ થઈ છે. આ ફિલ્મ છે પાલગપંથી જે મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં અનિલ કપૂર, જોન અબ્રાહમ, ઈલિયાના ડિ ક્રુઝ, અશરદ વારશ્હી, પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા છે. જોકે આ ફિલ્મે બોક્સ ઓફિસમાં ખાસ કંઈ ઉકાળ્યું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion