શોધખોળ કરો
Advertisement
ત્રીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો ઐતિહાસિક વિજય, ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર જીતી વન-ડે સીરિઝ
મેલબોર્નઃ મેલબોર્ન વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને સાત વિકેટ વિકેટે હરાવી ટીમ ઇન્ડિયાએ ત્રીજી વન-ડેમાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ પ્રથમવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર દ્ધિપક્ષીય વન-ડે સીરિઝ જીતવાની સિદ્ધી મેળવી હતી. આ વન-ડે સીરિઝ જીત્યાની સાથે ભારતે 2018-19 ઓસ્ટ્રેલિયન પ્રવાસનો અંત કોઇ પણ પ્રકારની સીરિઝ ગુમાવ્યા વિના કર્યો હતો. પ્રથમવાર બન્યું છે જ્યારે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં એક જ પ્રવાસમાં બંન્ને સીરિઝ (ટેસ્ટ અને વન-ડે)માં જીત હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની વન-ડે સીરિઝમાં ટીમ ઇન્ડિયાએ 2-1થી જીત મેળવી હતી. જ્યારે ટેસ્ટ સીરિઝ ભારતે 2-1 જીતી હતી. અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમ 48.4 ઓવરમાં 230 રન બનાવી શકી હતી. ચહલે 10 ઓવરમાં 42 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. વન-ડે કરિયરનું ચહલનું આ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે.
ઓસ્ટ્રેલિયા તરફથી હેન્ડકોમ્બે સૌથી વધુ 58 રન કર્યા હતા. ઉપરાંત શોન માર્શે 39, ઉસ્માન ખ્વાજાએ 34 રન ફટકાર્યા હતા. આ અગાઉ ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ચહલે 10 ઓવરમાં 42 રન આપી 6 વિકેટ લઈ ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્પિનર દ્વારા સૌથી વધુ વિકેટ્સનો નવો રેકોર્ડ સ્થાપ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. 27 રન પર ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં ખ્વાજા અને માર્શે ટીમને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ખૂબ ધીમી બેટિંગ કરી હતી. ભારત તરફથી ચહલે છ, ભુવનેશ્વર કુમાર અને શમીએ બે-બે વિકેટ ઝડપી હતી. યુજવેન્દ્ર ચહલે સ્ટોઇનિસને 10 રને, ઉસ્માન ખ્વાઝાને 34 રને અને શોન માર્શને 39 રને પેવેલિયન ભેગા કર્યા હતા. જ્યારે ભુવનેશ્વર કુમારે પણ બે વિકેટ ઝડપતાં ઓપનર એલેક્સ કેરીને (5 રન) વિરાટ કોહલીના હાથમાં અને એરોન ફિન્ચને (14 રન) એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. અગાઉ ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે. મોહમ્મદ સિરાજની જગ્યાએ વિજય શંકર, કુલદિપ યાદવની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલ અને અંબાતી રાયડુની જગ્યાએ કેદાર જાધવ રમશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion