શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
INDvsAUS: મજબૂત સ્કૉર સાથે ભારતે પહેલી ઇનિંગ કરી ડિક, ભારતના 622/7
સિડનીઃ ચોથી ટેસ્ટમાં ભારતે પહેલી ઇનિંગ 622 રન સાથે ડિકલેર કરી દીધી છે. ભારત તરફથી પુજારા અને રીષભ પંતે તાબડતોડ બેટિંગ કરતા સદીઓ ફટકારી હતી, એટલું જ નહીં પાછળથી આવેલા જાડેજાએ પણ 114 બૉલમાં 81 રનની મહત્વની ઇનિંગ રમીને ટીમના સ્કૉરને 600 રનને પાર કરાવ્યો હતો.
ભારતે પહેલી ઇનિંગમાં તાબડતોડ બેટિંગનો નજારો બતાવ્યો જેમાં, પુજારા 193 અને રીષભ પંત 159 રનની શાનદાર રમત બતાવી. ઉપરાંત મયંક અગ્રવાલે 77 રન, વિહારીએ 42 રન અને જાડેજાએ 81 રનનું યોગદાન આપ્યુ હતુ.
ભારતે બે દિવસ બેટિંગ પહેલા દિવસે 4 વિકેટ ગુમાવીને 303 રન ફટકાર્યા હતા, અને બીજા દિવસે 3 વિકેટ ગુમાવીને 319 રન બનાવ્યા હતા. ભારતે પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા સામે 7 વિકેટ ગુમાવીને 622 રનનો વિશાળ સ્કૉર બનાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોન 4 વિકેટ ઝડપી શક્યો, જ્યારે હેઝલવુડને 2 અને સ્ટાર્કને 1 વિકેટ મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion