પૂંછડીયા બેટ્સમેનો નથી કરી શકતા બેટિંગઃ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી નબળાઈ પૂંછડીયા બેટ્સમેનોની બેટિંગ છે. શર્મા, શમી, બુમરાહ બોલિંગમાં તો કમાલ કરે છે પરંતુ બેટિંગમાં યોગદાન આપી શકતા નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોટો તફાવત બંનેના પૂંછડીયા બેટ્સમને છે. ઓસ્ટ્રેલિયાન પૂંછડીયા બેટ્સમેને બીજી ઇનિંગમાં 36 રન જોડ્યા. તો બીજી તરફ, પહેલી ઇનિંગમાં ભારતની છેલ્લી પાંચ વિકેટ 32 રનમાં પડી ગઈ. બીજી ઇનિંગમાં પણ આવું જ પ્રદર્શન કર્યું હતું. એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પણ પૂંછડીયા બેટ્સમેનોનું પ્રદર્શન નિરાશાજનક જ રહ્યું.
2/6
ઓપનરોનો કંગાળ દેખાવઃ ટીમ ઈન્ડિયા માટે વિદેશ પ્રવાસમાં ઓપનરોનો દેખાવ માથાનો દુઃખાવો સાબિત થયો છે. દર વખતની જેમ ભારતીય ઓપનરો સારી શરૂઆત અપાવી શક્યા નહોતા. લોકેશ રાહુલ અને મુરલી વિજયની જોડીએ પ્રથમ ઈનિંગમાં ઓપનરોએ 6 રનની અને બીજી ઈનિંગમાં 0 રનની ભાગીદારી કરી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા પર વધારાનું દબાણ સર્જાયું હતું.
3/6
કોહલીની ગણતરી ઊંધી વળીઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પિચ પારખવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે આ મેચમાં ચાર ફાસ્ટ બોલરો સાથે ઉતરવાનો નિર્ણય કર્યો હતો. ટીમમાં સ્પિનરનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. ઓસ્ટ્રેલિયાએ તેની ટીમમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. તેના સ્પિનર નાથન લાયને મેચમાં 8 વિકેટ ઝડપી હતી અને મેન ઓફ ધ મેચ જાહેપ થયો હતો. ભારતની પ્રથમ ઈનિંગમાં પાર્ટ ટાઇમ સ્પિનર હનુમા વિહારીએ 2 વિકેટ ઝડપી હતી. પિચ પરથી સ્પિનરોને સારો ટર્ન મળતો હતો પરંતુ ભારત પાસે રેગ્યુલર સ્પિનર ન હોવાથી જરૂર હતી ત્યારે વિકેટ ન ઝડપી શક્યા.
4/6
સ્પિનર્સનો સામનો કરવામાં મુશ્કેલીઃ એક સમયે ભારતીય ટીમ સ્પિનર્સનો સામનો કરવામાં નંબર વન હતી, પરંતુ હવે આ જ તેમની નબળાઈ બની ગઈ છે. ઇંગ્લેન્ડમાં મોઇન અલી જેવા પાર્ટ ટાઇમ સ્પિનરે ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધારી હતી. તો આ વખતે નાથન લાયન ભારતીય બેટ્સમેનોના ડાંડિયા ડૂલ કરી રહ્યો છે. પ્રથમ ટેસ્ટમાં પણ તેણે 8 વિકેટ લીધી હતી. પર્થમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પણ 8 વિકેટ લેવા બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
5/6
મિડલ ઓર્ડરનો ફ્લોપ શોઃ પ્રથમ ઈનિંગમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી તો રહાણેએ અડધી સદી લગાવી હતી. આ સિવાય કોઇ બેટ્સમેન ખાસ પ્રભાવ પાડી શક્યા નહોતા. જ્યારે બીજી ઈનિંગમાં તમામ ધૂરંધરો ફ્લોપ સાબિત થયા હતા. ટીમ ઈન્ડિયા માટે મિડલ ઓર્ડરનો દેખાવ ચિંતાનું કારણ છે.
6/6
સિડનીઃ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 31 રને જીત મળ્યા બાદ ટીમ ઈન્ડિયા પર્થ ટેસ્ટમાં પણ જીતશે તેવી ક્રિકેટ ચાહકોને આશા હતી. પરંતુ 287 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ 140 રનમાં જ ઓલઆઉટ થઈ જતાં યજમાન ઓસ્ટ્રેલિયાનો 146 રને ભવ્ય વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયાની જીત સાથે જ ચાર મેચની ટેસ્ટ શ્રેણી સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. પ્રથમ ટેસ્ટમાં જીત બાદ ભારતીય ટીમ વધુ પડતાં આત્મવિશ્વાસમાં હતી અને ઓસ્ટ્રેલિયાની ટીમને ઘરઆંગણે હળવાશથી લીધી. જેના કારણે પણ ભારતીય ટીમનો પરાજય થયો હતો. આ ઉપરાંત અન્ય કારણો પર ભારતના પરાજયમાં જવાબદાર રહ્યા હતા.