સિડનીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં પહેલા દિવસના અંતે વિકેટના નુકસાન પર રન બનાવી લીધા છે. ચેતેશ્વર પૂજારાએ શાનદાર સદી ફટકારી હતી. પૂજારાએ ચાલુ સીરિઝમાં ત્રીજી અને કરિયરની 18મી સદી મારી હતી. દિવસના અંતે પૂજારા 130 અને હનુમા વિહારી 39 રને રમતમાં છે.
2/3
પ્રથમ સત્રમાં ટીમ ઈન્ડિયાએ લોકેશ રાહુલ (9 રન)ની વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા હતા. જ્યારે બીજા સત્રમાં મયંક અગ્રવાલ (77 રન)ની વિકેટ ગુમાવીને 108 રન બનાવ્યા હતા. ત્રીજા સત્રમાં કોહલી (23 રન) અને રહાણે (18)ની વિકેટ ગુમાવી 126 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે 2 તથા સ્ટાર્ક અને લાયનને 1-1 સફળતા મળી હતી.
3/3
ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. રોહિત શર્મા અને ઈશાંત શર્માની જગ્યાએ ટીમમાં ઓપનર લોકેશ રાહુલ અને સ્પિનર કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં પણ બે બદલાવ કરવામાં આવ્યા છે. માર્નસ લાબુશેન અને પીટર હેંડ્સકોમ્બને એરોન ફિંચ અને મિશેલ માર્શની જગ્યાએ સ્થાન આપવામાં આવ્યું છે.