શોધખોળ કરો
Advertisement
પ્રેક્ટિસ મેચમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર્સ ઝળક્યા, ન્યૂઝીલેન્ડ XI પર લીધી લીડ
બીજી ઈનિંગમાં ભારતીય ઓપનરોએ શાનદાર શરૂઆત કરી હતી. દિવસના અંતે 7 ઓવરમાં વિના વિકેટે 59 રન બનાવ્યા હતા. પૃથ્વી શૉ 35 અને મયંક અગ્રવાલ 23 રન રમતમાં હતા.
હેમિલ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ ઇલેવન વચ્ચે રમાઇ રહેલી પ્રેક્ટિસ મેચના બીજા દિવસે ભારતીય બોલરો ઝળક્યા હતા. પ્રથમ દિવસે ભારત 263 રન બનાવી ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી પૂજારાએ 93 અને હનુમા વિહારીએ 101 રન બનાવ્યા હતા. આ સિવાય કોઇપણ ભારતીય બેટ્સમેનો મોટી ઈનિંગ રમી શક્યા નહોતા. પૃથ્વી શૉ, શુભમન ગિલ, રિદ્ધીમાન સાહા, રવિચંદ્રન અશ્વિન તો ખાતું પણ ખોલી શક્યા નહોતા.
ભારતના ફાસ્ટ બોલર્સે લીધી 9 વિકેટ
ન્યૂઝીલેન્ડની બેટિંગ દરમિયાન ભારતના ફાસ્ટ બોલર્સ ઝળક્યા હતા અને 235 રનમાં ઓલઆઉટ કરી 28 રનની મહત્વપૂર્ણ લીડ લીધી હતી. મોહમ્મદ શમીએ 17 રનમાં 3, બુમરાહે 18 રનમાં 2, ઉમેશ યાદવે 49 રનમાં 2 અને નવદીપ સૈનીએ 58 રનમાં 2 વિકેટ ઝડપી હતી. અશ્વિને 46 રનમાં 1 વિકેટ લીધી હતી.
બીજી ઈનિંગમાં ઓપનરોની શાનદાર શરૂઆત બીજી ઈનિંગમાં ભારતીય ઓપનરોએ શાનદાર શરૂઆત કરી હતી. દિવસના અંતે 7 ઓવરમાં વિના વિકેટે 59 રન બનાવ્યા હતા. પૃથ્વી શૉ 35 અને મયંક અગ્રવાલ 23 રન રમતમાં હતા. ભારતની કુલ લીડ 87 રન થઈ ગઈ છે.Innings Break!
New Zealand XI all out for 235 runs. India lead by 28 runs Shami 3/17, two wickets each for Bumrah, Saini and Umesh and Ashwin with final wicket of the innings. pic.twitter.com/vCShw7IdUp — BCCI (@BCCI) February 15, 2020
ફાસ્ટ બોલર્સની નિષ્ફળતાથી વન ડેમાં થયો હતો વ્હાઇટવોશ વન ડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાની હારનું મુખ્યકારણ ફાસ્ટ બોલર્સની નિષ્ફળતા હતી. ભારતીય બોલર્સે વન ડે સીરિઝ દરમિયાન 114.60ની સરેરાશથી રન આપ્યા હતા. જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમી, નવદીપ સૈનીએ મળીને વન ડે સીરિઝમાં 85.2 ઓવર ફેંકી હતી માત્ર 5 વિકેટ જ લીધી હતી. શાર્દુલને 4 અને શમીને 1 સફળતા મળી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈની વિકેટ ઝડપી શકયા નહોતા. જેની સામે ન્યૂઝીલેન્ડના પેસર્સે મળીને 18 વિકેટ લીધી હતી અને તેમની એવરેજ પણ 41ની રહી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ 21 ફેબ્રુઆરીએ રમાશે. SAvENG: ડી કોકે તોડ્યો ડી વિલિયર્સનો મોટો રેકોર્ડ, આ મામલે બન્યો સાઉથ આફ્રિકાનો પ્રથમ ખેલાડી ભારત આવતા પહેલા ટ્રમ્પે કર્યુ ટ્વિટ, લખ્યું- ફેસબુક પર હું નંબર 1 અને PM મોદી નંબર 2 ટોલ પ્લાઝા પર આજથી 29 ફેબ્રુઆરી સુધી ફ્રી મળશે FASTag, જાણો શું કરવું પડશેA good 50-run partnership between the openers @mayankcricket & @PrithviShaw as India finish Day 2 on 59/0, lead NZ XI (235) by 87 runs. pic.twitter.com/Ap0s9D09Lr
— BCCI (@BCCI) February 15, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion