શોધખોળ કરો
Advertisement
ન્યૂઝીલેન્ડ સામે રન આઉટથી ફરી હારી ટીમ ઈન્ડિયા, ICC ધોનીને યાદ કરી કહ્યું આમ, જાણો વિગત
આઈસીસીએ ટ્વિટ દ્વારા ગત વર્ષે વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ભારત જીત તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે ધોની રન આઉટ થયો હતો તે ઘટના યાદ કરાવી હતી.
નવી દિલ્હીઃ ઓકલેન્ડમાં રમાયેલી બીજી વન ડેમાં ભારતીટ ટીમની 22 રનથી હાર થવાની સાથે જ ત્રણ મેચની વન ડે સીરિઝ ગુમાવી હતી. જાડેજા અને સૈનીની જોડીએ સંઘર્ષ કરતા ભારતની જીતની આશા બંધાઈ હતી. પરંતુ સૈની આઉટ થયા બાદ ચહલ બેટિંગમાં આવ્યો અને 10 રનના સ્કોર પર રન આઉટ થયા બાદ ICC એ ટ્વિટ કર્યુ હતું.
આઈસીસીએ શું કર્યું ટ્વિટ
આઈસીસીએ ગત વર્ષે રમાયેલી વર્લ્ડકપ સેમીફાઇનલમાં રન આઉટ થયેલા ધોનીનો ફોટો શેર કરી લખ્યું, અંતમાં વધુ એક રન આઉટ અને રવિન્દ્ર જાડેજા એક ચમત્કારથી દૂર રહી ગયો. જો તમે પહેલા સાંભળ્યું હોય તો અમને બતાવો. આઈસીસીએ ટ્વિટ દ્વારા ગત વર્ષે વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ભારત જીત તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે ધોની રન આઉટ થયો હતો તે ઘટના યાદ કરાવી હતી.
ભારત બન્યો સૌથી વધુ વન ડે હારનારો દેશ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી બીજી વન ડેમાં ટીમ ઈન્ડિયાની 22 રનથી હાર થઈ હતી. મેચ જીતવા 274 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 48.3 ઓવરમાં 251 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સર્વાધિક 55 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે 52, નવદીપ સૈનીએ 45 રન બનાવ્યા હતા. બીજી વન ડે જીતીને ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની સીરિઝમાં 2-0ની લીડ લઈ લીધી છે. પ્રથમ વન ડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 4 વિકેટથી હાર આપી હતી. હાર સાથે જ ભારતના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. ન્યૂઝીલેન્ડ સામે બીજી વન ડે હારવાની સાથે ભારતીય ટીમ સૌથી વધારે વન ડે હારનારી ટીમ બની ગઈ છે. ભારતની વન ડેમાં 423મી હાર હતી. INDvNZ: રવિન્દ્ર જાડેજાએ તોડ્યો ધોનીનો મોટો રેકોર્ડ, જાણો વિગત Delhi Exit Poll: ફરી બનશે કેજરીવાલ સરકાર, જાણો કેટલી બેઠકો મળશે INDvNZ: વન ડે શ્રેણી હાર્યા બાદ કોહલીએ આપ્યું વિચિત્ર નિવેદન, કહ્યું- સીરિઝ હારવાથી કંઈ ફેર નથી પડતો કારણકે ચાલુ વર્ષે....A tight #NZvIND contest, a run out right at the death, and Ravindra Jadeja falling just short of pulling off a miracle... Stop us if you've heard this one before 😉 pic.twitter.com/Pw4LM8qFcI
— ICC (@ICC) February 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion