શોધખોળ કરો
Advertisement
INDvNZ: વન ડે શ્રેણી હાર્યા બાદ કોહલીએ આપ્યું વિચિત્ર નિવેદન, કહ્યું- સીરિઝ હારવાથી કંઈ ફેર નથી પડતો કારણકે ચાલુ વર્ષે....
મેચ બાદ કોહલીએ વિચિત્ર નિવેદન આપતાં કહ્યું કે, ચાલુ વર્ષે ટેસ્ટ અને ટી-20 સીરિઝ મહત્વના છે તેથી વન ડે સીરિઝ હારવાથી કોઈ ફર્ક નથી પડતો.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડનો ટી-20 સીરિઝમાં 5-0થી ટીમ ઈન્ડિયાએ વ્હાઇટ વોશ કર્યા બાદ ભારત પાસેથી વન ડે શ્રેણીમાં પણ આવા દેખાવની અપેક્ષા રાખવામાં આવતી હતી. પરંતુ ત્રણ મેચની વન ડે સીરિઝ પૈકીની પ્રથમ બે મેચમાં હાર બાદ ભારતે વન ડે શ્રેણીમાં વ્હાઇટવોશથી બચવા ત્રીજી વન ડે કોઈપણ હિસાબે જીતવી પડે તેવી સ્થિતિ છે.
બીજી વન ડે મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 273 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 48.3 ઓવરમાં 251 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં ભારતનો 22 રનથી પરાજય થયો હતો. મેચ બાદ કોહલીએ વિચિત્ર નિવેદન આપતાં કહ્યું કે, ચાલુ વર્ષે ટેસ્ટ અને ટી-20 સીરિઝ મહત્વના છે તેથી વન ડે સીરિઝ હારવાથી કોઈ ફર્ક નથી પડતો.
શું કહ્યું કોહલીએ ?
કોહલીએ જણાવ્યું, બે સારી મેચ થઈ. ફેન્સને મજા આવી હશે. અમે જે પ્રકારે આ મેચ ખતમ કરી તેનાથી હું ઘણો પ્રભાવિત થયો. અમે પ્રથમ ઈનિંગમાં મેચ હાથમાંથી જવા દીધી પરંતુ બેટિંગ દરમિયાન અમે વાપસી કરી. મેચમાં મુસીબતમાં હતા ત્યાર જાડેજા અને સૈનીએ સારી બેટિંગ કરી, શ્રેયસ ઐયરે પણ સારો દેખાવ કર્યો. જો અમે ટી-20 અને ટેસ્ટ સાથે તુલના કરીએ તો અમારા માટે ચાલુ વર્ષે વન ડે મેચ વધારે મહત્વનીનથી. અમે ખુલીને ક્રિકેટ રમીશું, પરિણામની કોઈ ચિંતા નથી.
અંતિમ વન ડેમાં થશે બદલાવ
આ ઉપરાંત તેણે એમ પણ ક્હ્યું,અમે અંતિમ વન ડેમાં બદલાવ કરવાનું વિચારી રહ્યા છીએ. અમારી પાસે ગુમાવવા માટે કંઈ નથી. જો નીચલા ક્રમના બેટ્સમેનો આટલી સારી બેટિંગ કરી શકતા હોય તો તેનાથી મિડલ ઓર્ડર અને ટોપ ઓર્ડરના બેટ્સમેનોનો સારા પ્રદર્શન કરવાની પ્રેરણા મળે છે.
દિલ્હી ચૂંટણીઃ બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે વોટિંગ કર્યા બાદ ફોટો પોસ્ટ કરીને લખ્યું, મારું કામ...... Delhi Exit Poll: ફરી બનશે કેજરીવાલ સરકાર, જાણો કેટલી બેઠકો મળશે INDvNZ: રવિન્દ્ર જાડેજાએ તોડ્યો ધોનીનો મોટો રેકોર્ડ, જાણો વિગતOne-day cricket in this calendar year is not as relevant as T20Is and Tests: India skipper Virat Kohli #INDvsNZ
— Press Trust of India (@PTI_News) February 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion