શોધખોળ કરો
Advertisement
ભારતની કારમી હાર પર વિરાટ કોહલી પર ભડક્યા પૂર્વ ભારતીય કેપ્ટન, કહ્યું- ન તો ઓપનિંગ, ન તો મિડલ ઓર્ડર સ્થિર....
પૂજારા વિશે કહ્યું હતું કે તેણે ઘણા રન બનાવ્યા છે પણ તેણે સ્ટ્રાઇક રોટેટ કરવામાં સક્ષમ થવું જોઈએ નહીંતર બીજા છેડા ઉભેલો બેટ્સમેન ત્યાં ઉભા-ઉભા પોતાની લય ગુમાવી દેશે.
નવી દિલ્હીઃ પ્રથમ ટેસ્ટમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે 10 વિકેટ હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે જે રીતે પ્રથમ ટેસ્ટમાં ઘૂંટણીયે પડી ગયું હતું તેના લીધે ક્રિકેટ ફેન્સ અને એક્સપર્ટ્સને ઘણું આશ્ચર્ય થયું. ન્યૂઝીલેન્ડને ભારતને બન્ને ઇનિંગમાં 200નો આંકડા સુધી પણ પહોંચવા દીધાન હતા અને ભારતીય બેટ્સમેન અસહાય જોવા મળી રહ્યા હતા. આ મામલે પૂર્વ ભારતીય સિલેક્ટર્સ દિલીપ વેંગસરકરે ભારતની બેટિંગ પર મોટું નિવેદન આપ્યું છે.
વનડે સીરીઝમાં ભારતને 3-0થી કારમની હારનો સામનો કરવો પડ્યો હતો ત્યાર બાદ જ વેંગસરકેર ચેતવણી આપી હતી કે આવું જ ટેસ્ટમાં રહે તેવી શક્યતા છે. પ્રથમ ટેસ્ટમાં હાર બાદ વેંગસરકેર કહ્યું, “તેમણે ટીમને સ્થિર થવાની કોઈ તક ન આપી. ઓપનિંગ જોડી સ્થિર નથી અને સાથે જ મિડલ ઓર્ડરમાં પણ અસ્થિરતા જોવા મળી રહી છે.”
વેંગસરકેર પૂજારાની પણ ઝાટકણી કાઢી હતી. પૂજારા વિશે કહ્યું હતું કે તેણે ઘણા રન બનાવ્યા છે પણ તેણે સ્ટ્રાઇક રોટેટ કરવામાં સક્ષમ થવું જોઈએ નહીંતર બીજા છેડા ઉભેલો બેટ્સમેન ત્યાં ઉભા-ઉભા પોતાની લય ગુમાવી દેશે અને મુશ્કેલીમાં ફસાઇ જશે.
હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે વેંગસરકરે ભારતને બોલ છોડવા અને ડક કરવાને લઈને સુરક્ષિત વિકલ્પ પસંદ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું હતું કે તમે હુક શોટને નિયંત્રણમાં રાખી શકો નહીં. વેંગસરકરે ન્યૂઝીલેન્ડના નીચલા ક્રમ સામે ભારતની શોર્ટ પિચ બોલિંગની ટેકનિકની પણ ઘણી ટિકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના બેટ્સમેન શોર્ટ પિચ બોલથી ટેવાયેલા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion