શોધખોળ કરો
Advertisement
પહેલી ટેસ્ટ મેચ માટે ટીમ ઈંડિયા તૈયાર, કાનપુરમાં રમાશે 500મી ટેસ્ટ મેચ
નવી દિલ્લી: ભારત અને ન્યુઝીલેંડની વચ્ચે પહેલી ટેસ્ટ મેચ શરૂ થવામાં થોડાક જ કલાકોની વાર છે. કાનપુરના ગ્રીન પાર્ક મેદાન પર થનાર આ મુકાબલામાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસની 500મો મુકાબલો હશે. જેના લીધે વિરાટ કોહલીની આખી ટીમ પુરા જોશની સાથે મેદાન પર ઉતરશે. મુકાબલો શરૂ થયા પહેલા ગ્રીન પાર્કના મેદાન પર બન્ને ટીમોએ જોરદાર પ્રેક્ટિસ કરી હતી.
ટીમ ઈંડિયાના ખેલાડીઓ જ્યારે આ મુકાબલા માટે મેદાન પર ઉતરશે, ત્યારે તમામ ભારતીય ક્રિકેટ પ્રશંસકો માટે ખાસ ક્ષણ હશે. કારણ કે ભારતીય ટેસ્ટ ક્રિકેટના 84 વર્ષના ઈતિહાસમાં ટીમ ઈંડિયા 500મી ટેસ્ટ મેચ માટે મેદાન પર ઉતરશે. આ ક્ષણને ખાસ બનાવવા માટે બીસીસીઆઈ અને કાનપુર ક્રિકેટ એસોસિએશને ખાસ તૈયારી કરી છે. ભારતના ટેસ્ટ ક્રિકેટ રમનાર કેપ્ટનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ટેસ્ટ મેચ રમતાં જ ટીમ ઈંડિયા ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેંડ અને વેસ્ટઈંડિઝ પછી વર્લ્ડ ક્રિકેટમાં આ મુકામ પહોંચનારી ચોથી ટીમ બની જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement