શોધખોળ કરો
Advertisement
PAK પીએમ પર ભડક્યો આ ભારતીય ક્રિકેટર, કહ્યું- 'આતંકવાદીઓની કઠપૂતળી બની ગયા છે ઇમરાન ખાન'
આ પહેલા અન્ય ક્રિકેટરોએ પણ ઇમરાન ખાનના ભાષણને નફરત ફેલાવતું ભાષણ ગણાવ્યું છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર પ્રહાર કર્યો છે. મોહમ્મદ કૈફે કહ્યું કે, ઇમરાન ખાનની એ વાત સાચી છે કે ધર્મને આતંકવાદ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ પાકિસ્તાનનો આંતક સાધે જરૂર જૂનો સંબંધ છે.
કૈફે ટ્વિટ કરીને કહ્યું કે, "હા, પણ પાકિસ્તાનને આતંકવાદ સાથે લેવાદેવા ચોક્કસથી છે. અહીં આતંકીઓનું બ્રિડીંગ થાય છે, સંયુક્ત રાષ્ટ્રમાં દુર્ભાગ્યપૂર્ણ ભાષણ તમે આપ્યું છે, એક મહાન ક્રિકેટરથી હવે તમે પાકિસ્તાની સેના અને આંતકીઓની કઠપૂતળી બની ગયા છો, જેણે તમાનું પતન નોતર્યું છે."
ઉલ્લેખનીય છે કે આ પહેલા અન્ય ક્રિકેટરોએ પણ ઇમરાન ખાનના ભાષણને નફરત ફેલાવતું ભાષણ ગણાવ્યું છે. પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પોતાના ભાષણ દરમિયાન ભારત પર પરમાણુ યુદ્ધ કરવાની ધમકી આપી હતી. શમીએ તેને વખોડતા, લખ્યું કે મહાત્મા ગાંધીએ પોતાનું જીવન પ્રેમ, સદ્ધભાવ અને શાંતિનો સંદેશ ફેલાવવામાં વ્યતિત કર્યું. ત્યાં જ ઇમરાન ખાન સંયુક્ત રાષ્ટ્ર પોડિયમથી ધમકી અને નફરત ફેલાવી રહ્યા છે. પાકિસ્તાનને એવા નેતાની જરૂર છે જે નોકરી, વિકાસ અને આર્થિક વિકાસની વાત કરે, નહીં કે યુદ્ધ અને આંતકવાદને શરણ આપે. હરભજન સિંહ અને ઇરફાન પઠાણે પણ ઇરમાન ખાન વિરુદ્ધ ટ્વિટ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ દરમિયાન ભારત પર સંભવિત પરમાણુ યુદ્ધનો સંકેત આપ્યો. એક મોટા ખેલાડી તરીકે ઇમરાન ખાનના શબ્દો બંને દેશો વચ્ચે ખાલી નફરત ફેલાવશે. એક સાથી ખેલાડી તરીકે મને તેમનાથી આ આશા નહતી, મને આશા છે કે તે શાંતિ વધે તેવા પ્રયાસ કરશે.Yes ,but your country Pakistan certainly has a lot lot to do with terrorism, a safe breeding ground for terrorists. What an unfortunate speech at the UN and what a fall from grace from being a great cricketer to a puppet of Pakistan army and terrorists. https://t.co/UbUVG30R11
— Mohammad Kaif (@MohammadKaif) October 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement